ગુજરાતમાં 1તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી રથયાત્રાના દિવસે અમદાવાદમાં પડશે વરસાદ ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલની મોટી આગાહી - Jan Avaj News

ગુજરાતમાં 1તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી રથયાત્રાના દિવસે અમદાવાદમાં પડશે વરસાદ ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપી,ડાંગમાં આજના દિવસે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર,ભાવનગર,અમરેલી,કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ પડશે. આગામી 1 જૂલાઇથી ભારે વરસા ની આગાહી છે. રથયાત્રામાં 1 જૂલાઇએ અનેક શહેરોમાં અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.

અમદાવાદમાં સરેરાશ 29 ઈંચથી (725 મી.મી.) વરસાદ સામે આ ચોમાસામાં 32 ઈંચ (800 મી.મી.) વરસાદ પડવાની શક્યતા છે. અર્થાત્ સિઝનની સરેરાશ કરતાં 3 ઈંચ વધુ વરસાદ થઈ શકે છે. 3 જુલાઇએ શહેરમાં મધ્યમથી ભારે વરસાદની વકી છે.

વરસાદી માહોલને કારણે સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવાર કરતાં 8 ડિગ્રી ગગડીને 35.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન પણ 5 ડિગ્રી ગગડ્યું હતું. અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં લો-પ્રેશરની અસરથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

જુલાઈ-ઓગસ્ટમાં 65 ટકા વરસાદ પડી શકે છેજુલાઇ અને ઓગસ્ટમાં સિઝનનો 65 ટકા વરસાદ પડવાની શક્યતા છે. તેમજ હાલમાં અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રની આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર રચાયું છે, જેને લીધે 5 જુલાઇ સુધી રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે.

ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. અમરેલી અને ગીર પંથકમાં સારા વરસાદથી ભાવનગર વાસીઓને પીવાના પાણીમાં થશે ફાયદો તો ખેડૂતોને પણ સિંચાઈ માટેનો લાભ મળશે. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને પગલે ભાવનગર વાસીઓમાં હર્ષની હેલી જોવા મળી.

સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રીથી ધરતીપુત્રોમાં ખુશીની લહેરવડોદરાના સાવલી તાલુકામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રી થતાં નગરજનોએ અસહ્ય પડતી ગરમીથી હાશકારો અનુભવ્યો છે. સાવલી તાલુકામાં વરસાદની એન્ટ્રી થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.

દાહોદના ધાનપુર તાલુકાની ડુંમકા ગામની વેડવા નદીમાં નવા નીરની આવક થઈ છે. ગઈકાલે પડેલા વરસાદથી ડુમકા ગામની વેડવા નદીમાંથી કોઝવે પર પાણી વહેતુ થયું હતું.

યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા મીઠાપુર સહિતના પંથકમાં રાત્રિના મેઘાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી. ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.રાણપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. બેટ દ્વારકામાં રાત્રિથી જ વીજળી ગુલ થતાં લોકો પરેશાન થઈ ગયા હતા. અહીં સવારથી સૂર્ય નારાયણના દર્શન દુલર્ભ બન્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj News ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *