વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણી લો ,ઘર નું મંદિર કઈ દિશા માં રાખવું જોઈએ જાણી લો. - Jan Avaj News

વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણી લો ,ઘર નું મંદિર કઈ દિશા માં રાખવું જોઈએ જાણી લો.

જો ઘરની કોઈ દિશામાં કોઈ ખોટી વસ્તુ મુકવામાં આવી છે તો તેની ખરાબ અસર ત્યા રહેનારા બધા સભ્યો પર પડે છે. જાણો ઘરની કંઈ દિશામાં કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ..

ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો):-આ દિશા દૈવીય શક્તિઓ માટે શ્રેષ્ઠ હોય છે. આ દિશાનુ પ્રતિનિધિત્વ ખુદ દેવીય શક્તિઓ જ કરે છે. તેથી અહી મંદિર હોવુ ખૂબ શુભ હોય છે. આ સ્થાન પર કાયમ સાફ સફાઈ રહેવી જોઈએ. આ સ્થાન પર મંદિરની સાથે જ પાણી સંબંધિત ઉપકરણ પણ મુકી શકાય છે. જો કોઈ સ્ત્રી અવિવાહિત છે તો તેને આ ખૂણામાં ન સુવુ જોઈએ. આ ખૂણામાં કોઈ કુંવારી સ્ત્રી સૂવે તો તેના લગ્નમાં મોડુ થઈ શકે છે.

પૂજા કરવા બેસવાની દિશા:-જે રીતે પૂજા ઘર ક્યાં રાખવું તેની દિશા નક્કી કરવાનું મહત્વ હોય એજ રીતે પૂજા કરતી વખતે પણ કઈ દિશામાં બેસવું એનો પણ ખ્યાલ રાખવામાં આવે છે. આ બાબતે બે મંતવ્ય હોય છે.કોઈનું માનવું છે કે પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ ચહેરો રાખીને બેસવું જોઈએ અથવા બીજો મત એવો પણ છે કે પૂજા કરવા માટે ઉત્તર દિશા તરફ જોઈને બેસવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે તમારે કયા હેતુસર પૂજા કરવી છે, એ પણ ખૂબ અગત્યની વાત રહે છે.જો તમારે સંપત્તિ મેળવવા માટેની પૂજા કરવી હોય તો ઉત્તર દિશામાં બેસીને કરવામાં આવતી પૂજા શુભ માનવામાં આવે છે.

પૂજા ગૃહમાં આવી મૂર્તિઓ રાખશો નહીં:- મંદિરમાં ભગવાનની મૂર્તિઓ કે છબીઓ રાખતી વખતે આ વાત જરૂર યાદ રાખશો કે કોઈપણ ભગવાનની ખંડિત કે તૂટેલી મૂર્તિ રાખવી જોઈએ નહીં. છબીના કાચ તૂટેલા ન હોવા જોઈએ.એવું લાગે તો તરત જ બદલાવીને ખંડિત મૂર્તિ કે છબીને વહેતાં પાણીમાં પધરાવી દેવી જોઈએ. ઉપરાંત, એક જ ભગવાનની ઘણી મૂર્તિઓ ન હોવી જોઈએ.

દક્ષિણ પશ્ચિમ દિશા (નેઋત્ય ખૂણો):- આ સ્થાનનુ પ્રતિનિધિત્વ પૃથ્વી તત્વ કરે છે. તેથી અહી પ્લાંટ મુકવા ખૂબ શુભ હોય છે. છોડમાં એ શક્તિ છે કે તે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરી શકે છે. આ સ્થાન પર છોડ મુકીશુ. તો તમારા ઘરની પવિત્રતા અને સકારાત્મકતા કાયમ રહે છે. અહી મુખ્ય બેડરૂમ પણ શુભ ફળ આપે છે. આ ઉપરાંત અહી સ્ટોર રૂમ પણ બનાવી શકાય છે. નૈઋત્ય કોણમાં ભારે વસ્તુઓ પણ મુકી શકાય છે.

પૂર્વ દિશા:- આ દિશાથી તમારા ઘરમાં ખુશીઓ અને સકારાત્મક ઉર્જા આવે છે. આ કારણે અહી મુખ્ય દરવાજો બનાવી શકાય છે. અહી બારી બાલકની બનાવી શકાય છે. અહી બાળકો માટે રૂમ પણ બનાવી શકાય છે. જો તમે આ સ્થાન પર અભ્યાસ સંબંધી કાર્ય કરો છો તો તમારુ મોઢુ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવુ જોઈએ. જો તમારા ઘરમાં અહી રસોઈ ઘર છે તો તમે રસોઈ બનાવતી વખતે તમારુ મોઢુ દક્ષિણ દિશા તરફ ન હોવુ જોઈએ. આવુ થતા સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *