વાદળોની સંતાકૂકડી વચ્ચે વાતાવરણમાં ફેરફાર.આગામી દિવસોમા વરસાદની સ્થિતિને લઇને ગરમીનુ પ્રમાણ ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

કેટલાક જિલ્લાઑ માં વાતાવરણ નો ફેરફાર થયો છે.આ કારણે વરસાદ ની આગાહી રહશે.

આણંદ જિલ્લામાં વરસાદ સતત ખેંચાતો રહેતા દૈનિક ઉષ્ણતામાનમાં પણ સમયાંતરે વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાઇ રહી છે. જેને લઇને ગરમીમાં પણ વધારો-ઘટાડો નોધાતો રહ્યો છે.

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાદળછાયા માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજના ઉંચા પ્રમાણને લઇને અસહ્ય ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે. સાથોસાથ તાપમાન પણ વધતુ-ઓછુ રહેતા રહીશોને મોસમના પલ્ટાતા મિજાજની અનુભૂતિ વર્તાઇ રહી છે.

ત્યારે શનિવારે વાદળોની સંતાકુકડી વચ્ચે પવનની ઝડપ ૬.૩ પ્રતિ કલાક કિમીએ પહોંચતા ગરમીથી આંશિક રાહત વ્યાપી છે.

આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગના અહેવાલ અનુસાર શનિવારે મહત્તમ ઉષ્ણતામાન ૩૪ ડિ.સે, લઘુત્તમ ૨૬ ડિ.સે, વાતાવરણમા ભેજનુ પ્રમાણ ૮૮ ટકા, પવનન ગતિ ૬.૩ પ્રતિ કલાક કિમી તેમજ સૂર્યપ્રકાશનુ પ્રમાણ ૮.૧ કલાક જેટલુ નોધાયુ છે.

ત્યારેે આજરોજ પવનની ઝડપ વધીને પ્રતિકલાક ૬.૩ કિમીની ગતિએ પહોંચતા ગરમીમાં આંશિક ઘટાડાનો અહેસાસ વર્તાઇ રહ્યો છે.

જોકે આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓને ધ્યાને લેતા ગરમી-ઉકળાટના પ્રમાણમાં ઘટાડો સર્જાવાની શકયતાઓ હવામાન તજજ્ઞાોએ વ્યક્ત કરી છે.

વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ પુનઃ ગરમી-બફારાનુ જોર વધશ તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

જોકે આગામી દિવસોમા વરસાદની સ્થિતિને લઇને ગરમીનુ પ્રમાણ ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *