વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર!! - Jan Avaj News

વાસ્તુશાસ્ત્રથી પરિવારમાં છલકશે સુખ-સંપત્તિ ને સંપન્નતા, ઘરમાં કરો આ નાના-નાના ફેરફાર!!

વાસ્તુ પ્રમાણે ઇશાન દિશાનું મહત્વઃ-

-વાસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશાને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં હંમેશાં ઇશાન દિશાને સ્વચ્છ અને પવિત્ર રાખવી. કચરાની ડોલ, ભંગાર માલ, બિનજરૂરી વસ્તુ અથવા કાટ ખાતી વસ્તુઓનો સંગ્રહ આ દિશામાં કરવો નહીં. આ દિશામાં ઝાડુ પણ ન મૂકવું.

-ઇશાન દિશામાં બેસીને વાદવિવાદ, ઝઘડો, બૂમાબૂમ ટાળવી. ઘરની ઇશાન દિશામાં જરૂરિયાત વિનાનો સામાન ન રાખવો. આ દિશામાં શક્ય હોય તો પાણીનું માટલું રાખવું.

-ઘરની ઇશાન દિશા જેટલી ખુલ્લી હશે તેટલી જ હકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરશે માટે જો તમારા ઘરમાં ઇશાન બાજુની બાલ્કની હોય તો તે ક્યારેય પણ બંધ ન કરવી આવું કરવાથી ભાગ્ય રુંધાય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ અન્ય ઉપાયઃ-

– ઘરમાં એકાદ તુલસીનો છોડ હોવો જોઈએ. જે ઘરમાં તુલસી આપોઆપ આવે, ફૂલે ને ફળે તે વાસ્તુ (ઘર)પવિત્ર હોય છે. જે વાસ્તુમાં તુલસી ટકે નહીં તે વાસ્તુમાં કોઈ દોષ હોવાની શક્યતા રહે છે. તુલસી તરફ દુર્લક્ષ ન રાખવું જોઈએ. પાણી વગરની, દેખરેખ વગરની તુલસી ઘરમાં હોય ત્યાં કંઈક અનિષ્ટ થઈ શકે છે એમ સમજવું.

– પૂજાસ્થાન કે મંદિર બને ત્યાં સુધી રસોડામાં ન રાખવું. તેમજ પૂજાસ્થાન નીચે કે ઉપર બોજો અથવા સામાન મૂકવો નહીં. રસોડામાં પૂજાસ્થાનની પવિત્રતા સચવાતી નથી.

– મુખ્ય દરવાજા પર કોઈ ને કોઈ મંગલ ચિહ્ન રાખવાથી વાસ્તુમાં રહેનારની સુરક્ષિતતા જળવાય છે. દા.ત., ઓમ, ગણપતિ, લક્ષ્મી, સ્વસ્તિક, મંગલ કળશ વગેરે.

વાસ્તુ પ્રમાણે દક્ષિણ અને પશ્ચિમ દિશાનું મહત્વઃ-

– ઘરમાં બને ત્યાં સુધી દક્ષિણ અને પશ્ચિમ દિશા તરફના દરવાજાનો કરાવવો નહીં. અને જો ઘરમાં પહેલાંથી જ આ દિશામાં દરવાજો હોય તો તેનો વપરાશ શક્ય હોય તો બંધ રાખવો.

-સુતી સમયે દક્ષિણ દિશામાં ક્યારેય પગ રાખવા નહીં. મગજમાં લોહીનો પુરવઠો અનિયમિત થવાથી આખો દિવસ બેચેની રહે છે. શારીરિક કે માનસિક સમતોલન બગડે છે તથા અસાધ્ય રોગ થાય છે.

– સોફાસેટ, લોખંડનું કબાટ, ગ્રાઇન્ડર, લોખંડના હથિયાર એવી ભારે વસ્તુઓ દક્ષિણ તરફથી પશ્ચિમ તરફ ઊતરતી ઊંચાઈ પર ગોઠવવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *