તુલા રાશિમાં ક્રૂર ગ્રહો શનિ-મંગળનો દ્રષ્ટી સંયોગ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધશે. - Jan Avaj News

તુલા રાશિમાં ક્રૂર ગ્રહો શનિ-મંગળનો દ્રષ્ટી સંયોગ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધશે.

તુલા રાશિમાં મંગળના પ્રવેશ થતાં આ રાશિમાં બે ઉગ્ર તેજસ્વી ગ્રહો એક રાશિમાં છે તો બીજી તરફ મકર રાશિમાં ગુરુ અને શનિની પણ યુતિ છે.

મંગળે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે અને મંગળની સાથે સૂર્ય પણ આ જ રાશિમાં સ્થિત છે. આવી સ્થિતિમાં તુલા રાશિમાં બે ઉગ્ર ગ્રહો એકસાથે ભ્રમણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે જ્યારે મંગળની દૃષ્ટિ મકરમાં ગોચર કરતાં ગુરુ અને શનિ પર છે, ત્યારે શનિ અને ગુરુની પણ સૂર્ય અને મંગળ પર દ્રષ્ટી છે. આમ પરસ્પર ચાર ગ્રહોની એકબીજા પર દ્રષ્ટી પડતાં એક દ્રષ્ટી સંયોગ બની રહ્યો છે. જેની દેશ, સ્થળ અને કાળ પર અસર જોવા મળશે.

તેવામાં મકર રાશિમાં ગોચર કરી રહેલા મોટા ગ્રહો ગુરુ અને શનિ પર મંગળની ચોથી દ્રષ્ટિની અસર આ ક્ષેત્રના હિંદુકુશ પર્વતને અડીને આવેલા વિસ્તારોમાં જોવા મળશે. આગામી 20 દિવસમાં અહીં ભૂકંપના આંચકા આવી શકે છે. મંગળ અગ્નિ તત્વ પ્રધાનતા વાળો ગ્રહ હોવાથી અને હાલમાં ગોચર દરમિયાન તેની યુતિ શુક્રની તુલા રાશિમાં એક અન્ય અગ્નિ તત્વ પ્રધાન ગ્રહ સૂર્ય સાથે થઈ રહી છે, આ કારણે આગામી એક મહિનો શુક્રથી પ્રભાવિત સિનેમા અને કલા જગતની મોટી હસ્તીઓ માટે મુશ્કેલ સમય રહેવાનો છે.

જમ્મુ -કાશ્મીર માટે આ સમય સંવેદનશીલ છે.

જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું તેની કુંડળી શ્રીનગર 31 ઓક્ટોબર 2019 મધ્ય રાત્રીના 12 વાગ્યાની છે જેમાં કર્ક લગ્ન ઉદિત થઈ રહ્યું હતું. આ કુંડળીમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ગુરુ, બુધ અને શુક્ર સાથે મોટા ધન યોગમાં છે. જે કલમ 370 હટાવ્યા બાદ આ રાજ્યમાં મોટી વિકાસ યોજનાઓનું અસ્તિત્વ દર્શાવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે દુબઈએ કાશ્મીરમાં વિકાસ યોજનાઓ માટે રોકાણની દરખાસ્ત કરી છે.કાશ્મીરમાં મુસ્લિમ દેશોના રોકાણને રોકવાના ઈરાદાથી પાકિસ્તાન આગામી 30 દિવસમાં રાજ્યમાં કેટલીક અપ્રિય ઘટનાઓને અંજામ આપી શકે છે. જેનાથી બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી શકે છે.

ભારત સરહદ પર મોટી કાર્યવાહી કરી શકે છે.

કાર્તિક અમાવસ્યાની કુંડળીમાં એટલે કે દીવાળીની કુંડળીમાં આ વર્ષે સિંહ લગ્ન ઉદિત થઈ રહ્યું છે, જેમાં ત્રીજા ભાવમાં રહેલા ચાર ગ્રહો બુધ, મંગળ, ચંદ્ર અને સૂર્યની યુતિ પર શનિની દ્રષ્ટી રહેશે.ભારતીય સમય મુજબ બનનારી કારતક અમાસની કુંડળીમાં મંગળ પોતાની ચોથી દ્રષ્ટિથી તુલા રાશિમાંથી છઠ્ઠા ભાવમાં બેઠેલા શનિ અને ગુરુને જોઈને એવા યોગ બનાવી રહ્યો છે કે જેથી સરહદ પર સેના કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *