મહાલક્ષ્મીની કૃપાથી ધનની અછત થશે દૂર,વાસ્તુના આ ઉપાય કરવાથી વેપાર ધંધામાં મળશે સફળતા. - Jan Avaj News

મહાલક્ષ્મીની કૃપાથી ધનની અછત થશે દૂર,વાસ્તુના આ ઉપાય કરવાથી વેપાર ધંધામાં મળશે સફળતા.

પૈસાની અછતને દૂર કરવા

જો તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ ચાલી રહી છે, તો તેને દૂર કરવા માટે તમારા ઘરની પશ્ચિમ દિશામાંથી ઘાસ અથવા કચરો દૂર દૂર કરવો જોઈએ, જો તમે આર્થિક રીતે મજબૂત બનવા માંગતા હોય અને તમારા કામમાં સફળતા મેળવવા માંગતા હો, તો આ સ્થાન સાફ હોવું ખૂબ જરૂરી છે, તેથી તેને હંમેશા સ્વચ્છ રાખો.

સારી નોકરી મેળવવા માટે મની પ્લાન્ટ લગાવો

જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો સારી નોકરી મેળવવા માટે, તમારા ઘરની ઉત્તર દિશામાં વાદળી બોટલમાં મની પ્લાન્ટ લગાવો જોઈએ, જો તમે આ વાસ્તુ ઉપાય અપનાવો છો તો તમારા નોકરીના પ્રયત્નો સફળ થશે, આ સાથે તમને તમારા કાર્યમાં પ્રગતિ પણ મળશે.

આદર મેળવવા માટે ઘરમાં લાલ હાથી રાખો

જો તમે ઈચ્છો છો કે તમારું માન અને સન્માન જળવાઈ રહે અને તમને સમાજમાં પ્રતિષ્ઠા અને ખ્યાતિ મળે તો તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં લાલ લાકડાનો હાથી રાખવો જોઈએ. આનાથી તમને તમારા પરિવારમાં આદર મળશે. આ સાથે ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવશે. આ ઉપાય કરવાથી, જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો તે પણ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

ધંધામાં પ્રગતિ મેળવવા માટે સફેદ ઘોડાની મૂર્તિ ઘરમાં રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરના ઉત્તર-પશ્ચિમ સ્થાને બે સફેદ ઘોડાની મૂર્તિ રાખો છો, તો તે તમને તમારા વ્યવસાયમાં પ્રગતિ અને સફળતા અપાવે છે. કારણ કે ઘોડાને દોડનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આ તમને તમારા દેવાથી પણ છુટકારો અપાવે છે. જો તમે ઇચ્છો તો, તમે તેને તમારા ઘર સિવાય તમારી ઓફિસમાં પણ તેને રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *