જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો,વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે? - Jan Avaj News

જીવનમાં સુખી રહેવા અનુસરો આ સુવર્ણ ઉપાયો,વાસ્તુશાસ્ત્ર તમારા ઘર માટે શા માટે જરૂરી છે?

હાલના સમયમાં ફેંગશૂઈનું ચલણ પણ ખૂબ વધ્‍યું છે. જો કે, આપણી પાસે તો આપણા ઋષિકાળનું સંપૂર્ણ વાસ્‍તુશાસ્ત્ર ઉપલબ્ધ છે અને જે કોઈ શાસ્‍ત્રો હાલ ઉપલબ્ધ છે તે બધામાં મોટેભાગે સામ્‍ય જોવા મળે છે, જે દર્શાવે છે કે પૃથ્વી તથા ચુંબકીય તરંગોના વિજ્ઞાનને સમજવાથી વાસ્‍તુમાં એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાય છે. વાસ્‍તુશાસ્‍ત્ર વિશે તથા ફેંગશુઈ વિશે ઘણુ ઘણુ લખાય છે, પરંતુ મૂળ વાત એ છે કે તમારા હ્રદયને પહેલી નજરમાં જ સ્‍પર્શી જાય તે ઉત્તમ વાસ્‍તુ છે. કોઈપણ વાસ્‍તુનો આ ટેસ્‍ટ અતિ મહત્‍વનો છે કારણ કે જ્યારે કોઈ જગ્‍યાએ પોઝીટીવ વાઈબ્રેશનનું વહન થતું હોય ત્‍યારે જ આપણાં મનમાં સારા ભાવ જન્‍મે છે.

આટલી વાત સમજ્યા બાદ વાસ્‍તુશાસ્ત્રના થોડા ગહન ભાગ પર આપણે નજર નાંખીએ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બ્રહ્માંડમાંથી અગણિત પ્રકારના કિરણો પૃથ્‍વી પર આવતા હોય છે તથા પૃથ્વીના ચુંબકીય રેખત્‍વ સાથે મળતા હોય છે. આ કિરણો સદિશ હોવાથી દિશા પ્રમાણે પણ તેનું મહત્‍વ હોય છે.

આમ જોવા જઈએ તો વાસ્‍તુશાસ્ત્રના હજારો નિયમ છે, વળી બે અલગ-અલગ વિચારધારા મુજબ ક્યારેક વાસ્‍તુશાસ્ત્રમાં ગૂંચવણ પણ ઊભી થાય છે. આથી તમામ વિચારધારા પ્રમાણેનું વાસ્‍તુ લગભગ અશક્ય જેવી ઘટના બની જાય છે. પરંતુ વૈદિક વિચારધારા મુજબના વાસ્‍તુશાસ્ત્રનું યોગ્‍ય રીતે અનુસરણ કરવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે તે નિર્વિવાદ છે.

હવે સૌ પ્રથમ આપણે દિશાભાન મેળવી લઈએ, આપણે દસ દિશામાં જીવીએ છીએ તેમ કહી શકાય, પૃથ્વી તરફ એટલે કે નીચે, આકાશ તરફ એટલે કે ઉપર અને ચાર દિશા તથા ચાર ખૂણા આવો સૌ પ્રથમ આપણે ચાર દિશા તથા ખૂણા નક્કી કરી લઈએ.

વાસ્‍તુ શાસ્‍ત્રના કેટલાક ઉપાયો-

1-રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિ‍ણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી.

2-નાહીધોઈને ઘરની સ્‍ત્રીએ ઉંબરાનું સાથીયો કે કંકુપગલા જેવા શુભ ચિહનો દ્રારા પૂજન કરવું.

3-ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો.

4-ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઇશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું.

5-ઘરમાં મંદિર જમીનથી ત્રણ ફુટથી વધુ ઊંચુ ન રાખો.

6-પૂજામાં બે શિવલિંગ કે ત્રણ ગણપતિ ન રાખો- એમ કરવાથી દેવદોષ થાય છે.

7-તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દીવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિ‍ણ તરફની દીવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો.

8-આવા તિજોરી/કબાટ ઉપર અન્‍ય કોઈ જ ચીજ વસ્‍તુ ન રાખો. તે ભાર કરશે.

9-ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દીવાલો ખાલી રાખો. પ્રેરણાદાયી તથા ધાર્મિક ચિત્રો ત્‍યાં રાખી શકો.

10-સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો.

11-મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો. આમ થશે તો કમર- પીઠનો દુઃખાવો તથા સ્‍પોન્‍ડીલાઈટીસ થવાથી શકયતા વધે છે.

12-સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબાગાળે માથાનો દુઃખાવો તથા અનિદ્રા થશે.

13-ડાઈનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલ પૈસા પછા આવતા નથી અને ખર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *