ગુરુની સીધી ચાલ જાણો હવે કઈ કઈ રાશિના ભાગ્યનો દરવાજો ખુલશે.

જ્યારે ગુરુ માર્ગી બને છે, ત્યારે તેની અસરથી કેટલીક રાશિઓના માન સમ્માનમાં વધારો થાય છે. તેમજ કેટલીક રાશિને ધન લાભ પણ આપે છે. કર્ક, કન્યા, ધન અને કુંભ રાશિ લોકોને આ સમયગાળા દરમિયાન આળસ છોડી દેવા અને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા પ્રેરણા આપશે. મેષ, મિથુન અને વૃશ્ચિક રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. ત્યારે ચાલો જાણીએ કે બધી રાશિઓ પર ગુરુના માર્ગી થવાની શું અસર થશે.

મેષ : આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકોનું સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ગુરુના પ્રભાવને કારણે તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે. આર્થિક લાભ મળવાની સંભાવના છે. આ સમયગાળો તમારા માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ સ્પર્ધામાં સંપૂર્ણ સફળતા મેળવવાના યોગ છે.

કર્ક : કર્ક રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું પ્રમોશન, મકાન અને વાહન વગેરેનું સુખ આપી શકે છે. ગુરુનું પરિવહન તેમના માટે ખૂબ જ શુભ અને લાભદાયક છે. નવા ઉદ્યોગપતિઓ માટે આ ઘણો સારો સમય છે.

સિંહ : આ સમયગાળા દરમિયાન તમને ધાર્મિક કાર્યોમાં સફળતા મળશે. લગ્નપાત્ર જાતકોને માટે લગ્નનો યોગ બની રહ્યો છે. કામ અને વ્યવસાયમાં પણ સફળતા મળશે. આ સમયગાળા દરમિયાન જમીન કે મકાન લેવાની સંભાવના છે.

વૃશ્ચિક : આ સમયગાળા દરમિયાન, જો તમે કોઈ ખાસ કારણોસર પ્રવાસ પર જાઓ છો, તો તમને સફળતા મળવાની શક્યતા છે. જંગમ અને સ્થાવર મિલકતમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ નાણાંનું કોઈપણ રોકાણ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે.

મકર : આ સમયે ગુરુ તમારા બીજા સ્થાને રહેશે, જેના કારણે આવક કરતાં રુપિયાનો ખર્ચ વધુ થશે. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડી શકે છે. આ સમયમાં તમારે તમારા પરિવારના સભ્યો સાથે હળીમળીને ચાલવું પડશે. થોડી મુશ્કેલી આવી શકે છે. તમને તેમની પાસેથી મદદ મળશે.

મીન : આ પરિવર્તનથી તમને આર્થિક લાભ મળશે. આ સમય તમારા માટે ઘણો ફળદાયી રહેશે, તેથી કોઈ મોટું કાર્ય શરૂ કરવા માંગતા હોવ, કે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ અથવા કોઈ નવા કરાર સાઇન કરવા માંગતા હોવ તો આ સમય તેનો નિર્ણલ લેવા માટે શુભ રહેશે. લગ્ન સંબંધિત વાતચીત સફળ થશે.

કુંભ : આ દરમિયાન તમારો ખર્ચ વધશે. તેમજ સામી બાજુ આવકના સ્ત્રોત વધવાની પણ શક્યતા છે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. નોકરી ધંધામાં ઘણી પ્રગતિ થશે. આ સમયગાળામાં તમારા સુખ -સગવડ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *