ઘર માં કાચબો રાખી લો આ મળશે એવું પરિણામ કે નહીં કરો વિશ્વાસ,જાણો
ઘરમાં કાચબો રાખવું એ શુભ માનવમાં આવે છે.એમ કહેવાય છે કે ઘર માં કાચબો રાખવાથી સકારાત્મક પ્રભાવ પડે છે.
જો તમે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરી રહ્યા છો તો ઓફિસમાં ચાંદીનો કાચબો રાખો. ઘરમાં કાચબાની હાજરીથી ઉતાર ચઢાવની સ્થિતિ ઓછી રહે છે અને જીવનમાં ઉર્જાનો પ્રવાહ બની રહે છે.
કરિયરમાં ખૂબ તરક્કી માટે કાળા રંગનો કાચબો પસંદ કરો. તેને ઉત્તર દિશામાં રાખવાથી શુભ પરિણામ મળે છે. અહીં ઉર્જાનો પ્રવાહ વધવાથી તરક્કી થાય છે.
જો કોઈ વ્યક્તિને રૂપિયા સંબંધી તકલીફ છે તો ઘરમાં કાચબો રાખવાથી લાભ થશે. આ પરિસ્થિતિમાં ક્રિસ્ટલ કાચબો તમારી મદદ કરશે. ધનની સાથે ઘરમાં પરિવારના લોકોની ઉંમર લાંબી કરે છે અને અનેક બીમારીઓમાં પહેલાથી દૂરી બનાવી રાખે છે.
ઓફિસ કે ઘરમાં પાછળના ભાગમાં કાચબાને રાખવાથી વધારે ઉર્જાનો પ્રવાહ રહે છે અને પોતાનું કાર્ય સારી રીતે કરી શકાય છે.
કાચબાના લાભ મેળવવા માટે તેને યોગ્ય જગ્યાએ રાખવો જરૂરી છે. તેને 4 દિવ્ય જીવમાં એક માનવામાં આવે છે. કાળો કાચબો ઉત્તર દિશા, ગ્રીન ડ્રેગન કાચબો પૂર્વ દિશા, રેડ ફિનિક્સને દક્ષિણ દિશા અને સફેદ ચિત્તાને પશ્ચિમ દિશામાં રાખવો. વાસ્તુના અનુસાર આ 4 વસ્તુઓ કોઈપણ દિશામાં વ્યક્તિની જિંદગીમાં ઉર્જાના પ્રવાહને નિયંત્રિત રાખે છે.
માટીના બનેલા કાચબાને ઉત્તર પૂર્વ દિશા, મધ્ય કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો. ધાતુથી બનેલા કાચબાને ઉત્તર પશ્ચિમ દિશામાં રાખી શકાય છે. મિશ્રિત ધાતુના કાચબાને ઉત્તર દિશામાં રાખવાનું શુભ માનવામાં આવે છે.
નોકરી કે એક્ઝામમાં સફળતા મેળવવા માટે કાચબાને સાથે રાખો. તે શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ઘરને નજર લાગતી નથી અને સુખ તથા શાંતિ બની રહે છે.