ઘડિયાળ પહેરતી વખતે આ ભૂલ કરશો નહીં તો જીવનમાં મુશ્કેલીઓ સાથ છોડશે નહી. - Jan Avaj News

ઘડિયાળ પહેરતી વખતે આ ભૂલ કરશો નહીં તો જીવનમાં મુશ્કેલીઓ સાથ છોડશે નહી.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ પહેરવી જોઇએ.ઘડિયાળ ખોટી રીતે પહેરશો તો પસ્તાશો.જીવનભર તકલીફો સાથ નહી છોડે.

ઘડિયાળનું ડાયલ :- રિસ્ટ વોચ પહેરતા સમયે ધ્યાન રાખો કે ઘડિયાળનું ડાયલ જરૂર કરતા મોટું ન હોય. આવું કરવાથી તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં મુશ્કેલી વધી જશે. ઘડીયાળનો આકાર ગોળ કે ચોરસ હોય તો સૌથી સારું માનવામાં આવે છે.

ફીટીંગવાળી ઘડિયાળ પહેરો :- ક્યારેય પણ ઢીલા પટ્ટાવાળી ઘડિયાળ ન પહેરો. તેનાથી તમારું ધ્યાન એક તરફ કેન્દ્રિત નહી રહે. વાસ્તુ અનુસાર તમારે ફિટીંગવાળી ઘડિયાળ જ પહેરવી જોઇએ.

તકિયા નીચે ન રાખો રિસ્ટ વોચ :- સામાન્ય રીતે લોકો પોતાની ઘડિયાળ કાઢીને તકિયા નીચે મુકી દે છે પરંતુ ક્યારેય પણ ઘડિયાળને તકિયા નીચે ન રાખવી જોઇએ તેનાથી તમારા મગજમાં નેગેટિવીટી આવે છે સાથે જ ઉંઘથી જોડાયેલ સમસ્યા પણ થઇ શકે છે.

રંગને લઇને જાણો આ વાત :- વાસ્તુ અનુસાર ગોલ્ડન અને સિલ્વર રંગની ઘડિયાળ સૌથી સારી માનવામાં આવે છે. કોઇ પણ જોબ ઇન્ટરવ્યૂમાં જાઓ તો આ બંને રંગની ઘડિયાળ જ પહેરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *