દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ વાતો..!!! - Jan Avaj News

દરેક કામમાં અતિશુભ ફળ મેળવવું હોય તો ધ્યાનમાં રાખવી આ વાતો..!!!

વાસ્તુશાસ્ત્ર હકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંત ઉપર કામ કરે છે.વાસ્તુ ટિપ્સનું પાલન કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુભ બન્યું રહે છે.

ઘરમાં તુલસીનો છોડ રાખવો જોઈએ. સવાર-સવારમાં તુલસીના છોડને જળ અર્પિત કરવું. સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવો. પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

કાયમ જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ, પરંતુ થાળીને ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. ભોજનની થાળી કોઈ બાજોટ અથવા આસન પર રાખવી જોઈએ.

ઘરનું મુખ્યદ્વાર પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોય તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ એવું ન હોય તો ઘરના મુખ્યદ્વાર પર સાથિયો, શ્રીગણેશ અથવા અન્ય કોઈ શુભ ચિન્હ લગાવવું જોઈએ.

પશ્ચિમ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી ભોજનના એક પણ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત નથી થઈ શકતા. ધ્યાન રાખવું આપણે ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ મુખ કરીને ભોજન ગ્રહણ કરવું જોઈએ.

ઘરમાં બારી-બારણાંની સંખ્યા સમાન હોય તો તેને શુભ માનવામાં આવે છે. સમાન એટલે કે 2, 4, 6, 8 અથવા 10 બારી-બારણાં. બારીઓ અંદરની બાજુ ખુલવી વાસ્તુની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મુખ કરીને ભોજન કરવાથી ભય વધે છે. ખરાબ સપના દેખાઈ છે.

ધન સંબંધી લાભ મેળવવા ઈચ્છતા હોવ તો તિજોરીનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ધન રાખવાની જગ્યાને સુગંધવાળું બનાવી રાખવું જોઈએ. તેના માટે અગરબત્તી, પરફ્યુમ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

જે લોકો ઉત્તર દિશામાં મુખ કરીને જમવા બેસે છે, તેમની ઉંમર વધવાની સાથે લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

દીવાલ અથવા છત પર તિરાડ હોય તો તેને જલ્દી જ સરખી કરાવી લેવી જોઈએ.

સાંજના સમયે થોડી વાર માટે આખા ઘરમાં પ્રકાશ ચોક્કસ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *