આ મૂર્તિ રાખવાથી ઘરમાં આવે છે સુખ સમૃદ્ધિ, જાણી લેશો તો તમે પણ રાખવા લાગશો.
કેટલાક ઉપાય કરીને ઘરમાં સકારાત્મકતા પણ વધારી શકાય છે. આજે અમે એવા ઉપાયો વિશે વાત કરીશું જે ઘરના સભ્યોના નસીબને ઉજ્જવળ બનાવી શકે છે.
હંસ: વાસ્તુશાસ્ત્ર અનુસાર, ડ્રોઇંગ રૂમ અથવા બેડરૂમમાં હંસ કપલનો ફોટો મૂકવાથી પતિ -પત્નીનું લગ્નજીવન સુધરે છે. આ સાથે ઘરના તમામ સભ્યો વચ્ચે પ્રેમ પણ વધે છે.
એક્વેરિયમ: માછલી સકારાત્મકતા અને સુખ લાવે છે. તેના લીધે રંગબેરંગી માછલીઓનું માછલીઘર ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં છે. આને બદલે, ચાંદી અથવા પિત્તળની માછલી ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખી શકાય છે.
કાચબાની પ્રતિમા: સામાન્ય રીતે ફેંગશુઈમાં કાચબાની પ્રતિમા રાખવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઘરમાં રાખવું સારું છે.
હાથીની પ્રતિમા: હાથીને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હાથીની મૂર્તિ રાખવાથી ઘરમાં ધન અને વૈભવ વધે છે.
પોપટ: પોપટને ઘરમાં રાખવો કે તેનો ફોટો અથવા મૂર્તિ રાખવી શુભ છે. તે સકારાત્મકતાનું પ્રતીક છે અને ઘરમાં સુખ લાવે છે.
ગાયની મૂર્તિ: ગાયને હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર ઘરમાં મૂર્તિ રાખવી પણ ખૂબ જ શુભ છે. તેનાથી ઘરમાં સુખ, સંપત્તિ અને સકારાત્મકતા આવે છે.