આ 6 રાશિ વાળાને થશે મોટું નુકશાન ,આ સમયે થશે કેતુનું નક્ષત્ર પરિવર્તન. - Jan Avaj News

આ 6 રાશિ વાળાને થશે મોટું નુકશાન ,આ સમયે થશે કેતુનું નક્ષત્ર પરિવર્તન.

જો કેતુ દેવગુરુ બૃહસ્પતી સાથે યુતિ બનાવે છે, તો તે લોકો માટે રાજયોગ હોય છે. કુંડળીમાં કેતુને બળવાન થવાથી લોકોના પગ મજબુત થાય છે જયારે અશુભ, પીડિત કે નબળા થવાથી વ્યક્તિના પગમાં દુઃખાવો, નબળાઈની ફરિયાદ રહે છે.

વૃષભ રાશી : જયારે કેતુ જયેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે, તે સમયે તમને પ્રેમ જીવનમાં સારા પરિણામ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે. અને અનુરાધા નક્ષત્રમાં જવાથી સમાજમાં તમારું માન સન્માન વધી શકે છે. તમારા આરોગ્યનું ધ્યાન રાખો. તમને પગમાં દુઃખાવાની ફરિયાદ રહી શકે છે.

મિથુન રાશી : તમારે તમારા જીવનમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડશે. આરોગ્યને લઈને ધ્યાન રાખવું પડશે. આમ તો જો કોર્ટ કચેરીમાં તમે કોઈ કેસનો સામનો કરી રહ્યા છો, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે સમય સારો પસાર થશે.

સિંહ રાશી : તમારા માતુશ્રીને પીડાનો સામનો કરવો પડશે. તમારા સુખોમાં ઘટાડો આવી શકે છે. પ્રોપર્ટી વગેરે ખરીદવાનો વિચાર છે, તો તમે નવા વર્ષમાં તે કામ કરી શકો છો. તમારા જીવનસાથી માટે પણ આ સમય પડકારોથી ભરેલો રહેવાનો છે. તેને કાર્ય ક્ષેત્રમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડશે.

કન્યા રાશી : કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો ઘણો સહકાર મળશે જેનાથી તમે સફળતાના શિખર સર કરશો. તમે તમારા પ્રભાવથી લોકો વચ્ચે તમારી ઓળખ ઉભી કરવામાં સફળ થશો અને તેનાથી તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. તમારા વિરોધીઓ ઉપર વિજય પાપ્ત કરવા માટે તે સૌથી ઉત્તમ સમય સાબિત થઇ શકે છે.

મકર રાશી : તમને ભાગ્યનો સાથ મળશે. તમારી આવકમાં વધારો થશે. તમે તમારી બુદ્ધી અને મહેનત ઉપર તમારા વિરોધીઓને માત આપવામાં સફળ થશો. કોઈ પ્રકારના વાદ-વિવાદમાં તમને જીત મળવાના પણ યોગ છે. તમને ધન લાભ પણ થઇ શકે છે.

કુંભ રાશી : તમારા રસ્તામાં પરિસ્થિતિઓ સરળ નહિ રહે. કાર્યક્ષેત્રમાં પડકારો આવશે. આ વર્ષ ઓફીસમાં તમારા વિરોધી તમારી છાપને નુકશાન પહોચાડવાનો પુરતો પ્રયત્ન કરશે. તમારે તેના ષડ્યંત્રથી બચવાની જરૂર રહેશે. આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *