7 વર્ષો બાદ દિવાળીના તહેવારોમાં 4 ગ્રહોની યુતિ આર્થિક ક્ષેત્રે લઈ આવશે અશુભ સમાચાર - Jan Avaj News

7 વર્ષો બાદ દિવાળીના તહેવારોમાં 4 ગ્રહોની યુતિ આર્થિક ક્ષેત્રે લઈ આવશે અશુભ સમાચાર

આગામી સાત દિવસ પછી વાઘ બારસથી દિવાળીના તહેવારોની શરુઆત થઈ જશે જે લાભ પાંચમ સુધી ચાલશે.

તેવામાં આ વર્ષે વાઘ બારસો ક્ષય હોવા સાથે દિવાળીના તહેવારોના દિવસોમાં પણ નવરાત્રીની જેમ એક દિવસ કપાઈ જશે. આ વર્ષે દિવાળીની શરૂઆત બારસનો ક્ષય હોવાથી 2 નવેમ્બરે ધનતેરસના દિવસથી થશે.

સવારે 9.42થી પ્રારંભ થતા આ શુભ યોગમાં સોના-ચાંદી, વાહન ખરીદી, પૂજનના ચોપડાની ખરીદી માટે શ્રેષ્ઠ મનાય છે. હાલમાં બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ છવાયો છે ત્યારે દિવાળી પહેલાં આવતા આ યોગમાં લોકોને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ અવસર મળશે.

દિવાળી પર્વમાં ક્ષય તિથિ હોવાના લીધે ધનતેરસ અને કાળી ચૌદસની એક જ દિવસે ઉજવણી કરવામાં આવશે. ત્યારે બીજી તરફ દિવાળીના દિવસે એક સાથે 4 ગ્રહોનો વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે. આ ગ્રહોનો સંયોગ શાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. જેની અસર અર્થતંત્ર પર જોવા મળશે તો વ્યક્તિઓના જીવનમાં આર્થિક બાબતો પર આ ગ્રહોની યુતિની અસર જોવા મળશે.

4થી વધુ ગ્રહોની યુતિને કારણે સમાજમાં ઊથલ-પાથલ સર્જાતી હોય છે. જ્યોતિષી આશિષ રાવલ અનુસાર, તુલા રાશિમાં ચતુર્થ ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ, મંગળ પર શનિ જેવા ગ્રહોની દ્રષ્ટિ પડવાથી અર્થતંત્રમાં આર્થિક સંકળામણ વધી શકે છે. રાજકીય ક્ષેત્રે પણ મોટી ઊથલ-પાથલના અશુભ એંધાણ છે. 7 વર્ષ બાદ આ પ્રકારની યુતિ સર્જાઇ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ યુતિને અશુભ માનવામાં આવે છે. આ યુતિના દિવસે ગાયને ચણાની દાળ ખવડાવવાથી દોષમુક્ત થવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *