આજના દિવસે આ રાશિના જાતકોની કુંડળીમાં બની રહ્યા છે સૌભાગ્ય યોગ, કોઈ નઈ રોકી શકે અમીર બનતા

મેષ : સમય ઉત્તમ છે. તમારા કાર્યો તથા મહેનતનું તમને સંપૂર્ણ ફળ મળી શકે છે. મહેમાનોના સત્કારમાં પણ સમય પસાર થશે. આ સમયે ભાગ્ય તમને સાથ આપી રહ્યું છે, આર્થિક પક્ષ પણ મજબૂત રહેશે. તથા તમને તમારી આવડત દર્શાવવાનો પણ અવસર મળી શકે છે.વાતચીતની દૃષ્ટિએ સાવધાની જાળવવાની જરૂરિયાત છે. ગુસ્સાના કારણે કોઈ સ્થિતિ ખરાબ થઈ શકે છે. કોઈ પ્રકારની ખરીદદારી કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. માનસિક શાંતિ માટે કોઈ ધાર્મિક સ્થળે થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ- સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તમારું કામ કઢાવવામાં તમે માહેર રહેશો

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શનના કારણે તાવ રહેશે.

વૃષભ : ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. મકાન, દુકાન વગેરેમાં સમારકામનું પ્લાનિંગ થશે. કોઈપણ કાર્યને યોજનાબદ્ધ રીતે શરૂ કરવું તમને સફળતા આપી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયર સાથે જોડાયેલ સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. અતિ આત્મવિશ્વાસ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તથા થોડા કામ ખરાબ થવાથી સ્વભાવ ચીડિયો બની શકે છે. સંતાનના કારણે થોડી ચિંતા પણ રહેશે. ખોટા નકારાત્મક ઉપાય કરવાથી બચવું.

વ્યવસાયઃ- આર્થિક મામલે ઘણો વિચાર કરીને નિર્ણય લેવો.

સ્વાસ્થ્યઃ- ગેસ તથા એસિડીટીની સમસ્યા રહી શકે છે.

મિથુન : તમે શાંતિથી પોતાના કાર્યોને અંજામ આપશો. ભાઈઓ સાથે પણ સંબંધ મધુર જાળવી રાખવાથી સુખમય વાતાવરણ રહેશે. ભવિષ્યને લગતી યોજનાઓને ગંભીરતાથી અંતિમ સ્વરૂપ આપવામાં સફળ રહેશો. કોઈ પ્રિય વસ્તુના ચોરી થવા કે ગુમ થઈ જવાનો ભય છે. એટલે સાવધાન રહો તથા તમારી વાણી ઉપર કાબૂ રાખો. વધારે કામ રહેવાના કારણે ઘર-પરિવારમાં સમય આપી શકશો નહીં. ખોટી યાત્રાઓમાં પણ સમય ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપાર તથા વ્યવસાયની દરેક નાની વાતોને ગંભીરતાથી લો.

સ્વાસ્થ્યઃ- એલર્જીના કારણે સ્કિનને લગતી કોઈ પરેશાની રહેશે.

કર્ક : લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળી શકે છે. મનોરંજન વગેરે કાર્યોમાં પણ સમય પસાર થશે. સંબંધીઓ સાથે મેલજોલ રાખવાથી સંબંધો વધારે મજબૂત બનશે. પિતા-પુત્રમાં હળવો વિવાદ થઈ શકે છે. તમારી વાણીમાં ગુસ્સો અને નિયંત્રણ રાખો તથા બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવાથી સ્થિતિ ઘણી હદે સામાન્ય થઈ શકે છે. ધાર્મિક સ્થળે જવાથી શાંતિ અને સુકૂન પ્રાપ્ત થઈ શકે છે.

વ્યવસાયઃ- મંદી અને મોંઘવારીની અસર વેપાર ઉપર પણ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર અને થાઈરોઇડને લગતી તપાસ કરવો.

સિંહ : આજનો દિવસ ભાગ્યોદયનો છે. તમે કોઈ કાર્યને હાથમાં લેશો, એ સફળતા અપાવશે. દોડ-ભાગ તો વધારે રહેશે પરંતુ કાર્યની સફળતા તમારા થાકને દૂર કરશે. પ્રોપર્ટીને લગતા કાર્યો સંપન્ન થશે તથા અનુભવી વ્યક્તિઓનો સાથ મળી શકે છે.તમારા અહંકાર ઉપર કાબૂ રાખો. બાળકોના અભ્યાસ પ્રત્યે આળસ વધશે અને મન ભટકી શકે છે. ઘરના વડીલોના માન-સન્માનનું ધ્યાન રાખો નહીંતર તેમની નિરાશા સહન કરવી પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારને આગળ વધારવા માટે કાર્યની યોજના બનાવો.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો અને નસમાં દુખાવાની પરેશાની રહેશે.

કન્યા : તમારી વાતો તથા કાર્ય કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થઈ શકે છે. સમય આર્થિક સ્થિતિને વધારે મજબૂત જાળવી રાખવા માટે અતિ ઉત્તમ છે. ઘરમાં પણ અધ્યાત્મિક તથા પોઝિટિવ વાતાવરણ રહેશે. સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમને જ નુકસાન થઈ શકે છે. જૂની સંપત્તિને લગતી સમસ્યા વધી શકે છે. જેના કારણે સંબંધોમાં ખટાસ આવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રને લગતી નવી યોજનાઓ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- દવાઓની જગ્યાએ યોગ, કસરત અને જીવનશૈલીમાં ફેરફાર કરીને તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખો.

તુલા : તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે કોઈપણ સીમા પાર કરી શકો છો. તમને યશ અને કીર્તિ પણ મળી શકે છે. પાડોસીઓ સાથે સંબંધ મધુર બનશે. કોઈ અપ્રિય વ્યક્તિના ઘરમાં આવવાથી મન નિરાશ રહી શકે છે. ઘરમાં નકારાત્મકતા હાવી રહેશે. એટલે આવા વ્યક્તિઓ સાથે વધારે સમય ન કરો. કોઈ પ્રકારનો દગો પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- કળાત્મક તથા ગ્લેમર કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાતના કારણે લિવરને લગતી પરેશાની રહી શકે છે.

વૃષિક : ઘર-પરિવારની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારી થશે. રાષ્ટ્રહિતની ભાવનાથી સામાહિક કાર્યોમાં સહયોગ રહેશે. આર્થિક પક્ષમાં પરિસ્થિતિ પહેલાં કરતા વધારે સારી રહેશે. કોઈ સમારોહમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થશે.વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. અન્ય લોકોના મામલે દખલ કરવું તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે. ખોટા ઝઘડામાં પડશો નહીં.

વ્યવસાયઃ- વેપાર અને કામકાજમાં થોડા ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએએ સમય નબળો રહી શકે છે.

ધન : રોજિંદા દિનચર્યાથી અલગ આજનો દિવસ આત્મ નિરીક્ષણ તથા જ્ઞાનવર્ધક કાર્યોમાં પસાર થશે. ઘરમાં માંગલિક કાર્યોની રૂપરેખા બનશે અને જીવન પ્રત્યે તમારો વ્યવહાર પોઝિટિવ રહેશે. યુવાઓ પોતાની આર્થિક સ્થિતિને લઇને અસંતુષ્ટ રહેશે. હાલ તેમણે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. બનતા કાર્યોમાં અચાનક વિઘ્ન આવવાથી મન થોડું પરેશાન રહેશે. કોઈ પ્રકારની દુર્ઘટના થવાની પણ શક્યતા છે, વાહન સાવધાની પૂર્વક ચલાવો.

વ્યવસાયઃ- મહિલા વર્ગ પોતાના વ્યવસાય પ્રત્યે જાગરૂત રહેશે અને યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય ઉત્તમ રહી શકશે નહીં.

મકર : તમારી દિનચર્યાને અનુશાસિત તથા આત્મ નિયંત્રિત રાખવાથી અનેક અટવાયેલાં કાર્યો ગતિ પકડશે. સમજી-વિચારીને લેવામાં આવેલ નિર્ણય આગળ ચાલીને તમારા માટે લાભદાયક રહેશે. આ દરમિયાન સંગીત સાહિત્ય અને કલાત્મક કાર્યોમાં તમારું આકર્ષણ વધશે. વિચારોની દુનિયાથી બહાર આવવાની જરૂરિયાત છે. વધારે ચર્ચા-વિચારણાં કરવાથી અનેક મહત્ત્વપૂર્ણ વસ્તુઓ હાથમાંથી સરકી શકે છે. જમીનને લગતો મામલે વિવાદ વધી શકે છે. એટલે આ કાર્યોને ટાળો તો સારું.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ સુદૃઢ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કુંભ : આ સમય અવસરવાદી થઈને તમે એક-એક અવસરનો ભરપૂર લાભ ઉઠાવો તથા સમજણ અને બુદ્ધિમત્તાથી દરેક સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. તમારી પ્રતિભા અને છાપ લોકો સામે આવી શકે છે. કોઈ અપ્રિય ઘટનાના કારણે મન નિરાશ રહેશે. આર્થિક મામલે તમારે સંપૂર્ણ સાવધાની રાખવાની જરૂરિયાત છે જો વાહન ચલાવો છો તો વધારે ધ્યાન આપો. સંતાનને લગતી કોઈ પ્રકારની ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કામ કરનાર લોકોનો જોશ અને ઉત્સાહ તમારી અંદર ગજબનો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર આવશે.

મીન : રૂપિયાની આવકની દૃષ્ટિએ સમય શ્રેષ્ઠ છે. તમારી યોગ્યતા પ્રમાણે તમને પરિણામ મળી શકે છે. કોઈ સંત કે પોતાના ગુરુના સાનિધ્યમાં રહેવું તમને શાંતિ આપી શકે છે. બાળકો આજ્ઞાકારી બની રહેશે. તમારા સ્વભાવમાં કઠોરતા અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારી જવાબદારીઓ વધશે, તમે યોગ્ય રીતે તેને નિભાવી ન શકવાના કારણે ચીડિયા થઈ શકો છો. કોઈ પ્રકારની યાત્રા ન કરો, તમારા માટે તે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.

વ્યવસાયઃ- રોકાણને લગતી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવની ફરિયાદ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *