ગુજરાત માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી ચાલુ, અહિયાં વરસી રહ્યો છે ભારે વરસાદ જાણો તમારા વિસ્તાર અંગે પણ

વરસાદ ની આગાહી વચ્ચે આજ થી ભારે વરસાદ વરસવા ની શરૂઆત થઇ ચુકી છે ત્યારે આજ ના દિવસ માં આ જગ્યાઓ પર સારો વરસાદ નોંધાયો અને ઘણી જગ્યા એ સવાર થી વરસાદ ધીમીધારે ચાલુ છે તો આવો જાણીએ ક્યાં પડી રહ્યો છે ગુજરાત માં વરસાદ.અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર ના ગામો માં આજ ના દિવસ માં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે સથે જ ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા ના હિંમતનગર, બનાસકાંઠા સહીત ના વિસ્તારો માં ભારે વરસાદ નું આગમન થઇ ચુક્યું છે. સાથે જ દક્ષિણ ગુજરાત માં અને સુરત માં બપોર પછી થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં આઠ સપ્ટેમ્બરથી 10સપ્ટેમ્બર વચ્ચે મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જે આઠ સપ્ટેમ્બર સુધી મજબુત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ વરસી શકે છે.

જામનગર જિલ્લાના જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સોમવારે વધુ એક ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જ્યારે ધ્રોળ અને લાલપુર પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસી ગયા છે. જામનગર શહેર તથા અન્ય તાલુકા મથકોમાં વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું છે.

જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ બંધાયો છે, ત્યારે ગઈકાલે સોમવારના દિવસે જામજોધપુર પંથકમાં ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, અને છેલ્લા 20 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના પરડવામાં 17 મી.મી. (એક ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાસજાળીયા માં 20 મી.મી. અને ધ્રાફા ગામમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.

ભાદરવા મહિનામા સારા વરસાદની શક્યતા જો કે હવામાન વિભાગે હજુ પણ ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરતા હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાતમાં હજુ પણ 40 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે જે સપ્ટેમ્બરની અંત સુધીમાં પુરી થઈ શકે છે, તેમજ આગામી 7 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે

આગામી સાતથી દસ સપ્ટેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના જે જિલ્લામાં હજુ વરસાદની 50 ટકા વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરાનો સમાવેશ થાય છે. જેમાં 63 ટકા સાથે ગાંધીનગર જિલ્લો સૌથી વધુ ઘટ ધરાવે છે.

કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી? 10 સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.11 સપ્ટેમ્બર : સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૃચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ. 12 સપ્ટેમ્બર : સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. 13 સપ્ટેમ્બરઃ ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નર્મદા, સુરત, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *