હવે આ રાશિવાળા નો થશે બેડોપાર ,જીવન માં વધશે સુખ – સંપત્તિ અને વૈભવ

મેષ : સમયનો અભાવ રહેશે. કોઈ વિવાદમાં તમારો ન્યાયપક્ષ મજબૂત રહેશે. પરિવારના સહયોગથી મોટું કાર્ય પૂર્ણ થશે. જમીન મકાન સાથે જોડાયેલા વિવાદ છે કેટલા સમયથી ચાલી રહ્યા છે તેનું આજે નિરાકરણ થશે અને ન્યાય તમારા પક્ષમાં આવશે. શ્વાસ સંબંધિત બીમારીથી પીડાઈ શકો છો.

વૃષભ : તમારા જરૂરી કાર્યોને પ્રાથમિકતા આપી પૂર્ણ કરવા. મિત્રોને મળતી વખતે તેમની સાથે પૈસાની લેવડદેવડ કરવામાં સાવધાની રાખવી. રોકાણ કરવાથી લાભ થશે. આળસને કારણે કોઈપણ કાર્ય કરવામાં મન લાગશે નહીં. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ ખાવાપીવામાં ધ્યાન રાખવું જરૂરી છે.

મિથુન : કારખાનામાં નવા મશીનો લાગશે તેનાથી તમને ઘણો લાભ થશે. કોઈ વાદવિવાદ અને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધમાં થોડી અડચણ આવી શકે છે. પરંતુ શાંતિથી બેસીને વાત કરવાથી સમાધાન થશે અને ત્યારબાદ ખુશીઓ આવશે. વાહન ખરીદવાનો યોગ છે. યાત્રાએ જવાનું થઈ શકે છે. સમય તમારા માટે શુભ છે.

કર્ક : તમારા વધારે પડતા ડહાપણને કારણે સંબંધો કમજોર થઈ શકે છે તેથી કામ વગર વધારાનું બોલવું નહીં. શેરબજાર સાથે જોડાયેલા લોકોએ આજે વધારે સતર્ક રહેવાની જરૂર છે. તમારો ન્યાય પક્ષ કમજોર થઈ શકે છે. કોઈપણ કાર્ય કરતા પહેલા તેને બરાબર સમજી લેવું અને જો તમને યોગ્ય લાગે તો તેમાં આગળ વધવું. બુદ્ધિ કુશળતાથી નિર્ણય લેવા.

સિંહ : તમારા જરૂરી કાર્યોને પૂર્ણ કરવા. લાંબા સમયથી જમીન સાથે જોડાયેલ કાર્યને લઇને તમે ચિંતિત થઇ શકો છો. તમારા જરૂરી કાર્યોમાં લાપરવાહી કરવી નહીં અને સમય મળતાની સાથે તેને પૂર્ણ કરવા નહીતો ભારે નુકસાન થવાની સંભાવના છે. તમે ઘરે કોઈ ધાર્મિક કાર્યોનું આયોજન કરી શકો છો તેમાં તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

કન્યા : તમે શરૂ કરાયેલા નવા કાર્યમાં હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું તેથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે. તમારે બહાર યાત્રાએ જવાનું થઈ શકે છે જેથી ખર્ચ વધી શકે છે. પરંતુ તમારી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે પૈસાનો વહીવટ કરવો. તમારા કોઈ જૂના મિત્રને મળતી વખતે ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાથી બચવું.

તુલા : તમારા સંતાન માટે વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે પરંતુ કોઈની દખલગીરીને કારણે તે અટકશે. તમારા માટે સમય ખરાબ હોવાને કારણે તમારા કાર્ય અટકી શકે છે. તમારા કાર્યસ્થળ વાસ્તુશાસ્ત્રને અનુરૂપ કાર્ય કરવાથી તમને લાભ થશે. વડીલોના આશીર્વાદથી તમને સફળતા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક : મંગલ કાર્યનું આયોજન થશે. માંગલિક કાર્યમાં ખર્ચો થતા કારોબારમાં વિસ્તાર થશે. નવા મિત્રો બનશે. ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં તમારી રુચિ વધશે. તમારે કેટલાક લોકો સાથે વ્યાપાર બાબતે જોડાવાનું થશે પણ તેમની સાથે પૈસાનો વહીવટ કરવો નહીં. વિરોધીઓ સક્રિય થશે. મિત્રોને મળવાનું થઈ શકે છે.

ધનુ : કોઈ સંબંધીની મદદથી તમારું કાર્ય પૂર્ણ થશે. વ્યાપારમાં પરિવર્તનનો યોગ છે. સસરા પક્ષ તરફથી સુખદ સમાચાર મળશે. પરિવારમાં ખુશીઓ આવશે. તમારે કોઈ કામથી બહાર જવાનું થઈ શકે છે. તમારા સામાન અને પર્સનું ધ્યાન રાખવું. તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા પ્રાપ્ત થશે.

મકર : શનિ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આ રાશિ ધારકોની કિસ્મત ખુલશે. તમારા પ્રોફેશનમાં સમય સાથે તમારી સ્થિતિ અનુકૂળ થશે. જીવનસાથી સાથે તમારો વ્યવહાર તમારું મનોબળ વધારશે. આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ બીજાને પૈસા ઉછીના આપવાથી બચવું. સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ : તમારા સહકર્મચારીઓ સાથે વાત કરવામાં સહજતા લાવવી. નોકરી બદલવાનો યોગ છે. તમારા મિત્રોનો સારો સહયોગ મળશે. તમે સેવાના કાર્યમાં જોડાઈ શકો છો. તેમાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે. બીજા રાજ્યમાં વ્યાપાર સ્થાપિત કરવાનો તમારો વિચાર સફળ થશે. તમારા પરિવારજનોનો સહયોગ મળશે. સંતાન સુખ પ્રાપ્ત થશે.

મીન : શુભ સમય ચાલી રહ્યો છે.મહત્વપૂર્ણ કર્યો વચ્ચે નાનકડી યાત્રા થઈ થકે છે. તમારા પરિવારના સભ્યો તમારા કાર્યથી ખુશ થશે. વિષ્ણુ સહસ્ત્ર મંત્રનો જાપ કરવો. ધનલાભ થશે. આંખની સમસ્યાથી પીડાઈ શકો છો. પરિવારમાં ભયજનક માહોલ રહેશે. તબિયત બાબતે બિલકુલ બેદરકારી કરવી નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *