આવનારા 3 દિવસ માં મુશળધાર વરસાદ ની આગાહી, 5 દિવસ ભારે માં ભારે વરસાદ, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

ગુજરાતમાં ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજ્યના કુલ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં મહત્તમ 4 ઇંચ અને નવસારીમાં માત્ર એક કલાકમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરત શહેરમાં 3 કલાકમાં 2.5 ઇંચ વરસાદથી પાણી ભરાયા હતા. લાંબા સમય બાદ સાંજે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વાવ અને થરાદ તેમજ પાટણના હારિજમાં એક કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ થયો હતો. ડાંગના વઘઇમાં 1 કલાકમાં દોઢ ઇંચ અને બોટાદના અને સુરતના પલસાણામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 7 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, રાજકોટમાં કોટડાસાંગાણી, સાંજે કાળા ડિબોંગ વાદળો વચ્ચે સાંજે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, નગરમાં પાણી ભરાયા હતા.

અમરેલી જિલ્લામાં રાજુલા-ખાંભા-લાઠીમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ચલાલામાં 2 ઇંચ વરસાદ ગાજવીજ અને વીજળી સાથે માત્ર 20 મિનિટમાં પડી ગયો હતો. શહેરના વોર્ડ નંબર 1 માં ભીમનાથ મંદિર વિસ્તાર, હુડકો, ફ્રી પ્લોટ, માર્કેટયાર્ડ, તળાવ કાંઠામાં પાણી ભરાયા હતા. બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ધોધમાર વરસાદ બાદ આજે બપોરથી બે ભારે વરસાદ થયો હતો.

સપ્ટેમ્બર માસની શરૂઆતમાં સારો વરસાદ થઇ ચૂક્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદી સિસ્ટમ નબળી પડવાને કારણે વરસાદ નબળો પડ્યો છે. અમુક વિસ્તારોમાં જ સારો વરસાદ થઇ રહ્યો છે. પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે અન્ય એક લો પ્રેશર સર્જાશે જેના ભાગરૂપે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ લો પ્રેશરને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઇ શકે છે.

વડોદરામાં અંદાજે બે ઇંચ વરસાદ પડયો હતો. સોમનાથમાં સોત્રાપાડામાં 1 ઇંચ જ્યારે વેરાવળ-ઉના-કોડીનારમાં અડધો ઇંચ અને ગીરગઢડામાં વરસાદ નોંધાયો હતો. માંગરોળમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો અને શહેરમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાયા હતા. સુરત શહેરમાં સવારે 9 થી સવારે 6 વાગ્યા દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. બે થી ત્રણ કલાકમાં 2.5 ઇંચ વરસાદથી રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. શહેર ઉપરાંત ઓલપાડ તાલુકામાં 3 ઇંચ અને માંગરોળ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુરતની સાથે નવસારીમાં પણ એક કલાકમાં ઇંચ અને વલસાડના કપરાડામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જો કે, હવામાન વિભાગ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા રાખે એટલું જ નહિ પણ આગામી 5 દિવસ વાસ-રસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરતા હવામાન વિભાગનો અંદાજ છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદમાં 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે અને હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર પછી સારા વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *