ભગવાન શ્રી કૃષ્ણનુ એવુ મંદિર કે જ્યા દિવાસળીનો ઉપયોગ કર્યા વગર 500 વર્ષથી દીવો પ્રગટાવવામાં આવે છે - Jan Avaj News

ભગવાન શ્રી કૃષ્ણનુ એવુ મંદિર કે જ્યા દિવાસળીનો ઉપયોગ કર્યા વગર 500 વર્ષથી દીવો પ્રગટાવવામાં આવે છે

ભારત એક ધાર્મિક દેશ છે. અહી ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. દરેક મંદિરની કોઈને કોઈ વિશેષતા હોય છે. દરેક મંદિરમાં ભક્તો પૂરી શ્રદ્ધાથી ભગવાનના દર્શન કરવા જાય છે અને ભગવાન દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આવું જ પ્રખ્યાત મંદિર વુંદાવનમાં શ્રી રાધારમણ મંદિર આવેલું છે. શ્રી કૃષ્ણ ભગવાનના આ મંદિરમાં દુરદુરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણના આ મંદિરમાં છેલ્લા ચારસો પંચોતેર વર્ષથી કોઈ પણ દિવસ દિવાસળીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. છતાંપણ અહી અખંડ દીવો પ્રગટાવાય છે. આ મંદિરમાં આરતીથી લઈને રાજભોગની તૈયારી થાય ત્યાં સુધી મંત્રો દ્વારા પ્રગટાવવામાં આવેલા દીવાથી જ બધું કામ કરવામાં આવે છે. દિવાળીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

અહી વુંદાવનમાં રહેતા વ્રજવાસીઓનું કહેવું છે કે શ્રી રાધારમણ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્વંયમભુ પ્રગટ થઇ હતી. આથી આ મંદિરનું ખુબ મહત્વ છે, એટલે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે. શ્રી કૃષ્ણના આ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ખૂબ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. લોકો દૂર દૂરથી આ મંદિરમાં દર્શનાર્થે આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણના આ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ભગવાનના બાલ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ત્યાના પૂજારી કહે છે કે આ મંદિરમાં દિવાસળીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવતો નથી. અહી અખંડ દીવો ચારસો પંચોતેર વર્ષ પહેલા પ્રગટાવવામાં આવ્યો હતો જે હજુ પણ પ્રગટે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે. દર્શન કરવા આવતા ભાવિ ભક્તોના દુખડા ભગવાન દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *