આ તારીખથી ગુજરાતમાં થશે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસુ ફરી સક્રિય થયું છે. આ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમી મોન્સૂન ટ્રફને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકશે. જેથી વરસાદની ઘટ પૂરી થશે અને પાકને નવું જીવનદાન મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં બંગાળાની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થશે જેના ભાગ રૂપે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. આગામી ૧૨ તારીખ સુધી લો પ્રેશરને કારણે રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્ર સહીત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રાત્રે સૌરાષ્ટ્ર સહીત રાજ્યમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઇ છે. વધુમાં માહિતી મળી છે કે શનિવારે બંગાળાની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થશે જેના કારણે રાજ્યમાં આગામી ૧૨ તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે. જો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયા કાંઠાના વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

આ વિસ્તારોમાં થશે વરસાદ: ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આણંદમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સૌરાષ્ટ્રના બોટાદ તથા સુરેન્દ્રનગર પંથકમાં પણસારો વરસાદ થશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે. જયારે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

શનિવારે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે જેની અસર તળે ૧૨ તારીખે સતત વરસાદ ચાલુ રહેશે. ઉપરાંત આવતી કાલે ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ તથા જામનગરમાં વરસાદ થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના મોટા ભાગના ડેમમાં પાણીનો ભરપૂર જથ્થો એકત્રિત થઇ જશે તેવું અંબાલાલે જણાવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા નવસારી, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં આગામી ચાર દિવસ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારો મધ્યમ ભારે અને અતિભારે વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકાઓમાં સારો વરસાદ થયો છે.

હવામાન વિભાગ દ્વારા 25 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 26 જુલાઈના રોજ પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *