મહારાષ્ટ્રમાં ગણપતિ બાપાને અર્પણ કરાયો 5 કીલો સોનાનો મુગટ, કિંમત જાણીને હોશ ઉડી જશે

ગણેશજીને વિધ્નહર્તા તરીકે ઓળખવામા આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ધામ ધુમથી ઉજવવામાં આવે છે. હાલ ઘણા બધા ભક્તો ઘરે ગણપતિ બાપ્પાને લાવ્યા છે અને સેવા પૂજા કરે છે. મુંબઈમાં ઠેર ઠેર ગણપતિ બાપ્પાની મૂર્તિઓ મુકવામાં આવી છે. ગણપતિ બાપાની આ મૂર્તિઓ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

મહારાષ્ટ્રમાં લોકો ધામ ધુમથી ગણપતિ બાપાને લાવે છે અને ૧૦ દિવસ સુધી બાપાની પૂજાનો આનંદ માણે છે. લોકો ગણપતિ બાપાની સુંદર મૂર્તિઓ લાવે છે. મુંબઈના પુણેમાં ગણપતિજીની મૂર્તિ લાવવામાં આવી છે. અહીં એક ભક્ત દ્વારા 5 કિલો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના પુણેમાં ગણેશજીનું એક ખુબ જૂનું મંદિર આવેલું છે. અહીં ૧૦ દિવસ સુધી ગણેશજીનો તહેવાર ખુબ ધામ ધુમથી ઉજવવામાં આવે છે. આ મંદિરનું નામ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર છે. આ મંદિરમાં દર વર્ષે ગણેશજીના દર્શને મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ વર્ષે પણ અહીં સારું આયોજન કરવામાં આવ્યું છે.

ગણેશજીના આ મંદિરમાં એક ભક્તે ૫ કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. સોનાના મુગટથી ગણપતિ ઝગમગી રહ્યા છે. આ મુગટની કિંમત જાણીને લોકો ચોંકી ગયા છે. આ મુગટની કિંમત છ કરોડ રૂપિયા છે. આ મંદિરની આરતીના ઓનલાઈન દર્શન પણ થઇ શકે છે. મંદિરમાં ગણેશજીને મહાભોગ ચડાવવામાં આવે છે

મંદિરમાં ભક્તો ગણેશજીના દર્શન કરવા માટે આવે છે. વિધ્નહર્તા દરેક ભક્તોના વિઘ્નને દૂર કરે છે. આ મંદિરે દર્શને આવતા ભાવિ ભક્તો કોરોનાની ગાઈડલાઇન્સનું સખ્તપણે પાલન કરે છે. મંદિરના પરિસરમાં લોકોને ઉભા રહેવસની પણ મનાઈ છે. કોરોનાને અહીં કેટલાક પ્રતિબંદો લાદવામાં આવ્યા છે.

મંદિરમાં ભક્ત દ્વારા અર્પણ કરાયેલો ૫ કિલો સોનાનો મુગટ અને ભગવાનની આહલાદક મૂર્તિને જોવા માટે અહીં લોક આવે છે. પરંતુ વધુ લોકોને અહીં ઉભા રહેવા માટે સખ્ત મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગણપતિ યાત્રા પર પણ પ્રતિબંધ છે. ભાવિ ભક્તો આ ગણપતિજીના ઓનલાઇન દર્શન પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *