તા 17 થી 24 સુધી આ જિલ્લા માં પડશે વરસાદ, આ તારીખ દરમિયાન ભારે વરસાદ ની આગાહી - Jan Avaj News

તા 17 થી 24 સુધી આ જિલ્લા માં પડશે વરસાદ, આ તારીખ દરમિયાન ભારે વરસાદ ની આગાહી

મિત્રો, ઉપરની લાઇન માં છેલ્લે ઇમોજી જુઓ તમને રાઉન્ડ કેવો રહી શકે તેનો ખ્યાલ આવી જશે..મિત્રો લો પ્રેશર આજે બનવાનું છે. પરંતુ હજુ પણ તેના ટ્રેક સંપૂર્ણ સ્પષ્ટતા નથી આવી એટલે તમે વિચારી શકો છો કે દેશ વિદેશ ના મહાન વૈજ્ઞાનિકો ને પણ આ વખતે ગુજરાત બાજુ આવતી સિસ્ટમો મોનીટર કરવી કેટલી અઘરી પડી રહી છે.

એક સમયે મોટા ભાગ મોડલો જ્યારે નિરાશાજનક તરફ વળી ગયા હતા જેમાં એક દેશની મોટી ખાનગી સંસ્થા Skymet એ તો ગુજરાત માં આવતા 10 દિવસ સુધી ગુજરાત માં વરસાદ ની કોઈ શકયતા નથી તેમ કહી દીધુ હતું ત્યારે પણ મેં અપડેટ આપી ને તમને કહ્યું હતું ગભરાશો નહિ રાઉન્ડ આવશે જ. હવે ગઈકાલે skymet એ પોતાની આગાહી માં ફેરબદલ કરી ને જાહેર કર્યું કે ગુજરાત માં વરસાદ ની શકયતા છે પરંતુ કેવો ક્યાં વિસ્તારમાં એ બધું તેણે પણ કહી શકાય નહીં તેમ કહી દીધું.

મિત્રો, રૂટ માં સંપૂર્ણ સ્પષ્ટતા વગર આગાહી કરવી ખૂબ અઘરી અને જોખમ ભરેલી હોઈ છે જેનો ખ્યાલ હજુ એકાદ દિવસ જાય પછી આવે તેમ છે. પરંતુ તમારા બધા ની લાગણી અને શું થશે એ જાણવાની #કૃતજ્ઞતા ને લીધે હું આજે જે સ્થિતિ છે તેનો મારી રીતે નિચોડ આપુ છું.પરંતુ આગળ પણ અપડેટ આપતો રહીશ જે તે દિવસે કેવુ રહેશે એ.

તો મિત્રો તમને જણાવ્યા પ્રમાણે આજે લો પ્રેશર બની જશે. અને તે ક્રમશ આગળ વધી #મધ્યપ્રદેશ પર આવશે ત્યાં સુધી ની સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ છે. પરંતુ ગઈ અપડેટ માં કહ્યા મુજબ જે બે સ્થિતિ કહી હતી તેમાં 50 ટકા વાળી સ્થતી બાજુ ચાર્ટ નો જુકાવ વધુ છે.

અહીં સ્થતી કોઈપણ રહે આપણી ગઈ અપડેટ માં જ જણાવેલું હતું તે પ્રમાણે 50 ટકા વિસ્તાર માં વરસાદ નો રાઉન્ડ આવે તેવી શકયતા છે.સાર્વત્રિક રાઉન્ડ કે મોટા ભાગ ના વિસ્તાર માં વરસાદ થઈ જાય તેવી શકયતા નથી કેમ કે ગઈ આગાહી માં જે બે શકયતા કહી હતી તેમાં થી પહેલી 50 ટકા વાળી શકયતા પ્રમાણે સ્થિતિ રહે તે શકયતા નું પલડું ભારે છે.

હવે વાત કરીએ તમારા ગભરામણ ની કે જો 50 ટકા માં જ થાય તો સૌરાષ્ટ્ર કચ્છ માં વરસાદ ના થાય ફાયદો ના થાય. ના મિત્રો એવું બિલકુલ નથી સૌરાષ્ટ્ર હોય કે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય શકયતા બધી બાજુ રહેશે પરંતુ છુટો છવાયો જ જે તે વિસ્તાર માં બધે સાર્વત્રિક લાભ નહિ મળે. એટલે કોઈ એ પોતાના વિસ્તાર માં વરસાદ આવશે જ કે નહીં જ આવે એ ન ધારી લેવું.

બાકી એકોય બાજુ શકયતા નથી કે ઓછી શકયતા તેવું કંઈ પણ નથી બધી બાજુ શકયતા રહેશે 50 ટકા વિસ્તાર માં અને એમાં વચ્ચે વચ્ચે જે વિસ્તાર છૂટી જાય તેને કુદરત ની ઈચ્છા બળવાન સમજી ને સ્વીકારવું પડશે. મિત્રો રાઉન્ડ 17 થી 23/24 સુધી છે. અને હાલની શકયતા 50 ટકા વિસ્તાર માં જ ફાયદો કરાવે છે પરંતુ આપણે આશા કરીયે કુદરત ચાર્ટ થી વિપરીત મન મોટું રાખી વધુ વિસ્તાર માં વરસાદ વરસાવે.

ઉત્તર હોય કે મધ્ય ગુજરાત હાલ એકોય ડિવિઝન માં સાર્વત્રિક વરસાદ ની શકયતા નથી બધે છુટો છવાયા ની જ શકયતા છે.ક્યાં દિવસે ક્યાં વિસ્તાર માં વરસાદ ની શકયતા વધુ રહે એ સિસ્ટમ ના ટ્રફ પર હોઈ જે તે દિવસે રોજબરોજ અપડેટ આપી ને જણાવતો રહીશ હાલ માં તે કહેવુ અશક્ય હોઈ ખોટુ નહિ કહી શકું.

મિત્રો, ગઈ આગાહી માં મેં જણાવેલું બે શકયતા એમાં 50 ટકા વાળી સ્થિતિ રહે તેવુ હાલ લાગી રહ્યું છે. હું વારંવાર એટલે જ પહેલે કેતો આવ્યો છું તમે મોડલો જોઈ ને અગાવ થી વધુ હરખાવ નહિ કે નિરાશ ન થાવ યોગ્ય સમય સુધી રાહ જુઓ. વધુ માં તો તમને ફૂટબોલ વાળુ ઉદાહરણ યાદ જ હશે તેમાં સમજી જાવ કે આ વર્ષે મોટી ઉથલ પાથલો થયા જ કરશે.અને અંતે ગુજરાત નું વર્ષ નબળુ બનાવશે..

હાલમાં જે સ્થિતિ છે તે તમારી સામે રાખી છે. ખોટી તમને સારૂ લગાડવા કોઈ મોટી વાતો નથી કરી #કડવું તો કડવું તમારી સામે રાખ્યું છે. વર્ષ શરૂ થયા બાદ જે કહ્યું હતું અમુક વિસ્તારો માં વર્ષ થોડુ નબળુ રહેશે તે બધા ને આ રાઉન્ડ બાદ સમજાઈ જશે અને તે વિસ્તારો આ રાઉન્ડ માં જ્યાં વરસાદ ના થાય તેમાં થી જ અમુક બની જાય તો નવાઈ નહિ.

આ રાઉન્ડ માં ટકાવારી ધારણ કરતા ઓછા વધુ બંને રહી પણ શકે તેવું પણ શકયતા પુરે પુરી રહેશે એટલે થોડો ફેરફાર થાય તે પણ સ્વીકારજો પરંતુ મારા થી બનતો નિચોડ આપવાનો પ્રયત્ન કર્યો છે. બાકી કંઈ ફેરફાર થશે તો એ પણ જાણ કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *