વાતાવરણમાં ફેરફાર થતા મજબૂત બની વરસાદી સિસ્ટમ, આગામી ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી - Jan Avaj News

વાતાવરણમાં ફેરફાર થતા મજબૂત બની વરસાદી સિસ્ટમ, આગામી ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવ થતાં ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 23 ઓગસ્ટ બાદ રાજ્યમાં જે વિસ્તારમાં વરસાદની ઘટ છે તેને પણ મેધરાજા તરબતોળ કરી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન સર્જાયું હોવાને કારણે આજે રાત્રે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયા કાંઠે ભારે વરસાદ વરસી શકે છે. તો ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીમા સર્જાયેલી વરસાદી સિસ્ટમ થોડી નબળી પડવાને કારણે હાલ વરસાદ ખેંચાયો હોય તેવું જણાઈ રહ્યું છે. 23 ઓગસ્ટ બાદ સિસ્ટમમાં સુધારો થતાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, ડાંગ, સુરત તથા નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.

આજે લો-પ્રેશરની અસરને કારણે વ્હેલી સવારથી જ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. જેથી ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજેસૌરાષ્ટ્રમાં વરસાદી જોર વધ્યું છે. તો દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વાતાવરણની સ્થિતમાં ખાસ ફેરફાર થયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *