વરસાદી રાઉન્ડની મહત્વપૂર્ણ અપડેટ, બંગાળની ખાડીમાં પ્રેસર ને કારણે આ વિસ્તારમાં વરસાદ ની આગાહી

મિત્રો આજે બંગાળની ખાડીમાં ઉત્તર આંધ્ર પ્રદેશ અને લાગુ ઓરિસ્સા નજીક એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે અને તે આવતી કાલે અથવા એના અગાઉના દિવસે લો પ્રેશર સિસ્ટમ માં પરિવર્તિત થશે. સિસ્ટમ નો ટ્રેક અને ચોક્કસ સ્થિતિનો ખ્યાલ લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ ખ્યાલ આવશે. હાલ મોડેલો માં ઘણી અસમંજસતા જોવા મળી રહી છે જોકે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજે જે અપડેટ આવી છે અને જે ચાર્ટ આવ્યા છે તે ખૂબ જ સારા સંકેત આપી રહ્યા છે.

બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ નજીક આવશે અને ત્યારબાદ જે સિસ્ટમ નો ટ્રેક છે તે લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ ચોક્કસ તે બાબતે અંદાજ આવી જશે.

હાલની લેટેસ્ટ અપડેટ ખૂબ જ સારા સમાચાર લઇને આવી છે તે મુજબ સિસ્ટમ ગુજરાતને પણ સારો વરસાદ નો લાભ આપી રહી છે. સિસ્ટમ ગુજરાતને સીધી અસર કરતા નહીં રહે પરંતુ તો પણ સારો વરસાદ નો લાભ આપશે અને આ સિસ્ટમનો મુખ્ય વરસાદ નો રાઉન્ડ 18 તારીખે ચાલુ થશે અને 22 23 તારીખ સુધી આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે

હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાત માં સારા વરસાદનો લાભ આપશે અને આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ૫૦થી ૬૦ ટકા વિસ્તારમાં સારા વરસાદ નો લાભ મળી શકે છે હાલના અપડેટ પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વ-ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ નો લાભ મળે તેવું લાગી રહ્યું છે.

જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં થોડી શક્યતા ઓછી દર્શાવી છે પરંતુ એવું પણ નથી કે ત્યાં વરસાદ નહીં પડે ત્યાં પણ હજી ચાર્ટમાં સારો સુધારો જોવા મળે તો ત્યાં પણ સારા વરસાદનો લાભ મળી શકે છે અને આપણે આશા રાખીએ કે હજી પણ ચાર્ટ માં સારો સુધારો થાય અને આ વિસ્તારમાં પણ ભરપૂર વરસાદનો લાભ મળે અને હજી પણ ચાર્ટ સારા ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે.

આ અપડેટ આપવાનો મુખ્ય હેતુ એ જ છે કે ઘણા મિત્રો ના મનમાં નિરાશા વ્યાપી ગઇ છે અને તે માનવા તૈયાર નથી કે હવે વરસાદ આવશે આ અપડેટ માં હજી પણ થોડા ફેરફાર થઈ શકે છે આવતી એકાદ-બે દિવસમાં લો પ્રેશર બન્યા બાદ ચોક્કસ વરસાદના વિસ્તાર અને વરસાદ ની માત્રા અંગેનો અંદાજ આપીશું.a

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *