સારો વરસાદ થવાના એંધાણ, હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને મહત્વની આગાહી - Jan Avaj News

સારો વરસાદ થવાના એંધાણ, હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને મહત્વની આગાહી

રાત્રે સાડા નવ વાગ્યે ફાલ્ગુની નક્ષત્ર બેસશે. આ નક્ષત્રનું વાહન દેડકો છે. ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ સારો થાય છે. આ નક્ષત્ર 30 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમયે વરસાદ સારો થતો હોય છે જેથી સપ્ટેમ્બર માસની શરૂઆતથી જ મેઘરાજાના ગાજવીજ સાથે પધરામણા થશે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ગાજવીજ સાથે ખૂબ સારો વરસાદ થાય છે. આ વર્ષે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં નદી નાળા છલકાઈ જશે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જાણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ તરફ ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ સહિત અનેક પંથકમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરતા ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં 4 સપ્ટેમ્બર બાદ હળવાથી ભારે વરસાદ નોંધાઈ શકે છે, બંગાળની ખાડીમાં લો પ્રેશન સક્રિય થતા હવે વરસાદની આશા બંધાઈ રહી છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જેથી હવે સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે.

ફાલ્ગુની નક્ષત્ર બેસતા જ સારો વરસાદ થશે તેવા એંધાણ છે. ઉપરાંત 31 ઓગસ્ટ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે. તો 1 સપ્ટેમ્બરે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ફાલ્ગુની નક્ષત્રમાં સારો વરસાદ થવાના એંધાણ છે જેથી પાકને નુકસાન નહી થાય.

રાજ્યમાં વરસાદ ખેંચાતા અમદાવાદ સહિતના શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલાં લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને ગરમીથી રાહત મળે તેવા સંક્તો હવામાન વિભાગે આપ્યા છે.હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદની વાત કરીએ તો 2 અને 3 તારીખે ભારે વરસાદ થશે. ફાલ્ગુની નક્ષત્ર બેસતું હોવાથી ગાજવીજ સાથે વરસાદ થશે. કચ્છમાં પણ આગામી 2 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ થવાના એંધાણ છે. તો ફાલ્ગુની નક્ષત્રમાં પશ્ચિમ તથા દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. કુદરતી પરિબળોને કારણે આગાહીમાં ફેરફાર પણ થઈ શકે છે. પરંતુ હાલ તો સારો વરસાદ થવાના એંધાણ છે.

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ, પંચમહાલ, ખેડામાંમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે શુક્રવાર સુધીમાં નવસારી વલસાડ બાદ રાજ્યના મહાનગરમાં તેમજ ખેડા, દાહોદ, મહિસાગર, સાબકાંઠા અને અરવલ્લી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે. સાથે શનિવાર સુધીમાં તો ભરૂચ, સુરતમાં સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના સેવવામાં આવી રહી છે.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે અમારા સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *