વરસાદને લઈને આવી મહત્વની આગાહી, આ તારીખે આવશે જોરદાર વરસાદ, ક્યાં વિસ્તાર માં પડશે વધુ વરસાદ - Jan Avaj News

વરસાદને લઈને આવી મહત્વની આગાહી, આ તારીખે આવશે જોરદાર વરસાદ, ક્યાં વિસ્તાર માં પડશે વધુ વરસાદ

ઓગસ્ટ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવે રાજ્યના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત જૂન અને જુલાઈ મહિનામાં અંદાજ કરતા ઓછો વરસાદ થતા કૃષિ પાકોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું નથી. ત્યારે હવે ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ થાય તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે.

ગુજરાત માં હાલ મોટા ભાગ ના વિસ્તારો માં વરસાદ ની રાહ જોવાઈ રહી છે અને ખેતરો માં ઉભેલા પાક પર ખતરો તોળાઈ રહ્યો છે એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે રાજ્ય માં ફરી વરસાદ ની ગતિવિધિ માં થોડો વધારો થઇ શકે છે હવામાન વિભાગ અણી આગાહી પ્રમાણે 13 ઓગસ્ટ થી ગુજરાત માં વરસાદ માં થોડો વધારો થઇ શકે છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાત માં 13 ઓગસ્ટ થી હળવાથીં મધ્યમ વરસાદ ની આગહી કરવામાં આવી છે બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી દાહોદ વડોદરા મહીસાગર માં વરસાદ ની આગાહી કવામાં આવી છે.

મિત્રો 16 ઓગસ્ટ 2021 થી મઘા નક્ષત્ર ચાલુ થશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે 16-17-18 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના દરિયાકિનારે છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં વરસાદની લઈને અગત્યની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાઉથવેસ્ટ માં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે. આ લો પ્રેશર સિસ્ટમને કારણે વાદળોનો મોટો ટ્રેક મધ્ય પ્રદેશથી લઈને ગુજરાત સુધી ફેલાયેલો છે.

સાઉથ વેસ્ટમાં ઉભી થયેલ લો પ્રેશર સિસ્ટમ ના કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદી વાતાવરણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં જોવા મળશે.

ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા પંદર દિવસોમાં મઘા નક્ષત્ર રહેશે. મઘા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય છે તેથી ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં સારા વરસાદની શક્યતા છે. મઘા નક્ષત્ર દરમિયાન થતા વરસાદથી કૃષિ પાકને પણ ખૂબ ફાયદો થાય છે.

ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, પંચમહાલ, ખેડા, મહેસાણા, અમરેલી, ભાવનગર, કચ્છ, રાજકોટ, વડોદરા અને ભરૂચમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમોને રાજ્યના અલગ અલગ ઝોનની અંદર તૈનાત કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *