શ્રાવણ મહિનાની શરૂઆત થતા રાજ્યના સારા વરસાદના એંધાણ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી. - Jan Avaj News

શ્રાવણ મહિનાની શરૂઆત થતા રાજ્યના સારા વરસાદના એંધાણ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી.

મહત્વનું છે કે રાજ્યમાં સીઝનનો જોઈએ એટલો વરસાદ પડયો નથી, સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં 450 મીમી વરસાદ થઈ જવો જોઈએ પરતું હજુ માત્ર સિઝનનો 253 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. કેમ કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ પર રોક લગાવી દીધી છે. તેમજ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે અણસાર આપ્યો છે. જો કે હવામાને દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પથંકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

જો કે તમને જણાવી દઇએ કે, અગાઉ હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે, આગામી ૧૮ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના પણ નથી. રાજ્યમાં આ વર્ષે જળસંકટ ઊભું થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતા વધી છે. વર્ષની શરૂઆતમાં થયેલા વરસાદથી હરખાયેલા ખેડૂતોને સારો પાક ઉતરવાની આશા હતી તે હવે ચિંતામાં ફેરવાઈ ગઈ છે.

છેલ્લાં ૭ વર્ષની સરખામણીએ આ વખતનું ચોમાસું અત્યાર સુધીનું સૌથી સાધારણ : ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ પૂર્ણ થતાં સુધીમાં સરેરાશ કરતાં અડધાથી વધુ વરસાદ વરસી જવાની અપેક્ષા હતી. પરંતુ તેના કરતાં વિપરિત છેલ્લાં વર્ષની સરખામણીએ આ વખતનું ચોમાસું અત્યાર સુધીનું સૌથી સાધારણ રહ્યું છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

રાજ્યમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી ઝાપટાં પડશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 17 ઓગસ્ટથી રાજ્યમાં ચોમાસું સક્રિય થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 17 ઓગસ્ટ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યમાં ફરી સારા પ્રમાણમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં હજુ 46 ટકા વરસાદની ઘટ છે.

ગુજરાતમાં 17 ઓગસ્ટથી ફરી સક્રિય થશે ચોમાસું : હવામાન વિભાગે આગાહી કરતા વધુમાં કહ્યું કે રાજ્યમાં 12 થી 16 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં પડશે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી હવામાને આગાહી કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદને લાંબો વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે ફરી વરસાદી સસ્ટિમ સક્રિય થાય તેવી આગાહી કરી છે.

ગુજરાતમાં હજુ 46 ટકા વરસાદની ઘટ : જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. આમ રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે.

17 ઓગસ્ટ બાદ થઈ શકે છે વરસાદ : જો કે દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પરતું આજે ફરી હવામાનના જમાવ્યું મુજબ ઓગસ્ટના બીજા સપ્તામાં રાજ્યમાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે ઉલ્લેખનિય છે કે જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે.

રાજ્યમાં વરસાદને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરતા આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદની ઝાંપટા પડવાની શક્યતાઓ સેવી છે. એટલું નહીં રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ ધમાકેદાર વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *