ગુજરાતમાં વરસાદ ને લઈને ચોંકાવનારી આગાહી આવી સામે, આ તારીખે આવશે ધોધમાર વરસાદ - Jan Avaj News

ગુજરાતમાં વરસાદ ને લઈને ચોંકાવનારી આગાહી આવી સામે, આ તારીખે આવશે ધોધમાર વરસાદ

હવામાન ખાતા ના જણાવ્યું અનુસાર હજી આગામી દિવસો મા વરસાદી માહોલ યથાવત રહેશે તેવુ હવામાન ખાતા એ જણાવ્યું હતુ. અને સાથે બે દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હજું પણ વરસાદનું જોર યથાવત રહેશે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.

મિત્રો ખરેખર આ વર્ષે જામે મેઘરાજ અષાઢ મહિનાની શરૂઆતમાં વરસ્યા પછી જામે વિરામ લઇ લીધો છે. હાલના થોડા દિવસો પહેલા જ આંબાલાલ પટેલ દ્વારા વરસાદ ને લઈને મહત્વની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર આંબાલાલ પટેલ વરસાદ ને સંબંધિત આગાહી કરી છે, ત્યારે ચાલો જાણીએ કે, આખરે આ ચોમાસામાં હવે વરસાદ ક્યારે ધમાકેદાર એન્ટ્રી કરશે?

મિત્રો આંબાલાલ પટેલ ની આગાહી ક્યારેય ખોટી નથી પડતી. કહેવાય છે કે, તેમના નક્ષત્રો આધારિત આગાહી કરે છે. તેમના કહ્યા મુજબ તારીખ 17 ઓગસ્ટથી એટલે કે મંગળવારથી દક્ષિણ ગુજરાતથી વરસાદની એન્ટ્રી થશે તેવું જણાવ્યું હતું. 18 અને 19 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ વરસાદનું વહન આગળ વધશે. આજે 17 તારીખ થઈ ગઈ છે, ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે, આખરે મેઘરાજા ક્યારે આગમન કરશે.

તો આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાત મા વરસાદી માહોલ ચાલુ છે પરંતુ હજી જેવો વરસાદ થવો જોઈએ એવો થયો નથી. હજી વરસાદ ની 29 ટકા ઘટ જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્ર ના ભાવનગર વરસાદ સાવ ઓછો થયો હોવાથી ખેડુતો ચિંતાતુર થયા છે.

આંબાલાલ પટેલ ની આગાહી મુજબ 21થી 23 ઓગસ્ટમાં પણ વરસાદ થશે અને ત્યારબાદ આખરે 25 થી 28 ઓગસ્ટમાં પણ વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ ભાગમાં સારો વરસાદ પડશે.

રણ પ્રદેશમાં ઝીંઝુવાડા, કચ્છ સહિતના એરિયામાં વરસાદ ઓછો થશે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડશે. જેથી આહવા, ડાંગ સહિતના દક્ષિણના ભાગોમાં વરસાદ રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું હતું. જ્યારે પણ આંબાલાલ પટેલ વરસાદને લઈને આગાહી કરે છે, તે સત્ય જ હોય છે.આ વર્ષે શ્રાવણ કોરે કોર ન જાય એવી સૌ કોઈની આશા છે.

મિત્રો મઘા નક્ષત્રમાં જે વરસાદ થાય છે. 30મી ઓગસ્ટ બાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું કામ સારું હતું નથી. આ નક્ષત્રમાં પાક બગડી જતો હોય છે.ઉત્તરા ફાલ્ગુનીમાં વાવેતર કરવું સારું ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ આવશે તે 13 સપ્ટેમ્બર આસપાસ થશે. 25 ઓક્ટોબર સુધી પડનાર વરસાદનું પાણી સારું ગણાય છે અને આ વરસાદી પાણીથી પાકો સારા ગણાય છે.

ગુજરાત મા સૌથી વધુ વરસાદ વલસાડ મા 33.70 ટકા નોંધાયો છે.કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *