આ તારીખ થી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું એલર્ટ - Jan Avaj News

આ તારીખ થી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું એલર્ટ

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે. રાત્રે અને દિવસ દરમિયાન થોડા થોડા સમયે ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ સારો વરસાદ થતો નથી. જેના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યાં છે. બીજી તરફ સોમવાર અને મંગળવાર બે દિવસ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

28 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં ઉભા થયેલા લો પ્રેશરને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પવનો મજબૂત બન્યા છે. જેને કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં પણ હવે ફરી એકવાર ભારે વરસાદ થવાની શક્યતા પ્રબળ બની છે. રાજ્યમાં 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે આગામી 1 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે. જો બીજી તરફ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરાયા છે.

નક્ષત્ર મુજબ વાત કરીએ તો 1 ઓગસ્ટ સુધી પુષ્પ રહેશે. 1 ઓગસ્ટ પછી નવું નક્ષત્ર આશ્લેલા નક્ષત્ર બેસશે. ત્યારે હવે પુષ્પ નક્ષત્રના અંતિમ દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદ થવાની આગાહી જણાવવામાં આવી રહી છે. આ પછીના આશ્લેલા નક્ષત્રનું વાહન મોર હોવાથી ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થવાના એંધાણ છે.

આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, સોમવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે.

બીજા દિવસે મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદ (Rain)ની સંભાવના સેવાઈ રહી છે. જો કે હવામાન વિભાગે 31 મી જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે લો પ્રેશનર સક્રિય થતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 2 ઓગષ્ટ બાદ વરસાદનું જોર વધતા કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. રાજ્યમાં હજુ પણ 29 ટકા વરસાદની ઘટ હોવાનો હવામાન વિભાગનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *