આગામી દિવસોમા ભારે વરસાદ,કયા ક્યાં વરસાદ પડશે, 5 ઓગસ્ટ સુધી લો પ્રેશર અસર, અરબી સમુદ્ર તોફાની - Jan Avaj News

આગામી દિવસોમા ભારે વરસાદ,કયા ક્યાં વરસાદ પડશે, 5 ઓગસ્ટ સુધી લો પ્રેશર અસર, અરબી સમુદ્ર તોફાની

ગુજરાતમાં ચોમાસાના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં રાજકોટના લોધીકા-ધોરાજી, જામનગરનો કાલાવડ પંથક, ભાવનગરનો ગારિયાધાર પંથક, કચ્છનાં ભુજમાં, વડોદરાના પાદરા, ગીર-સોમનાથના વેરાવળમાં, નવસારીના ખેરગામમાં, નર્મદાનાં તિલકવાડમાં, ભરૂચના અંકલેશ્વરમાં, સુરતના મહુવામાં અને બોટાદ-બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં સિઝનના વરસાદ કરતા ૫૦ ટકા ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન ખાતાએ ફરી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે આગામી 4 દિવસ સુધી અરબી સમુદ્રમાં દરિયો તોફાની બનશે. તેમજ દરિયામાં 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. જેમના પગલે માછીમારોને દરિયો ના ખેડવા ચૂસના આપવામાં આવી છે.

બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય બન્યું હતું તે હાલમાં મધ્યપ્રદેશ અને ઝારખંડ રાજ્ય પર છે જેમણે કારણે અરબી સમુદ્ર તોફાની બની શકે છે. દરીયાઇ પટ્ટીમાં ભારે પવનને કારણે જુનાગઢમાં સતત છઠ્ઠા દિવસે રોપ વે પણ બંધ રાખવામાં આવી છે.

આગામી ત્રણથી-ચાર દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે તેમ છતાં ગુજરાત રાજ્યમાં હજુ ૨૯ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હવામાન ખાતાએ આગામી બેથી-ત્રણ દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જણાવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2-3 તારીખે વરસાદનું જોર વધી શકે છે તો ત્યારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે.

હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે બીજી ઓગસ્ટ બાદ મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે 2જી ઓગસ્ટથી નક્ષત્ર બદલાશે. આશ્લેષા નક્ષત્ર ની શરૂઆત થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે એટલે સારા વરસાદ પડવાની સંભાવનાઓ થોડીક વધારે હોય છે.

આજે વહેલી સવારથી જ અમદાબાદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ સર્જાય શકે છે.

ગુજરાતમાં વરસાદ કેટલાક ભાગોમાં ખેંચાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે. હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરનું વહન ઓરિસ્સાથી મધ્યપ્રદેશ તરફ આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થશે.

જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

તા.30 જુલાઈએ ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ સામાન્ય કે હળવો વરસાદ થવાની સંભાવના રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ આ સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગો,

ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, મહેસાણા, સિદ્વપુર, વિસનગર, હારીજ અને સમીના ભાગોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે. વિરમગામ અને સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

તા.30 જુલાઈના સમયમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને

સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા રહેશે. 30જુલાઈ પછી પુષ્ય નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે.

હાલમાં દેશના ઉત્તરીય-પૂર્વીય ભાગો તેમજ હિમાલયના ટોચના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાત, આણંદ, વડોદરા વગેરે ભાગોમાં હાલ હળવો વરસાદ,30જુલાઈમાં કેટલાક ભાગોમાં સારો અને ભારે વરસાદની શક્યતા રહેશે.

હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. પ્રથમ દિવસે ભારેથી અતિ ભારે કહી શકાય તેવો વરસાદ સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે. જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ ભરૃચ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસશે.

જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *