સુરતના ડાયમંડ કિંગએ ખરીદ્યો 185 કરોડનો બંગલો, બંગલાના 1 ફૂટના ભાવમાં તમે લઇ શકો બે તોલા સોનુ

માયાનગરી મુંબઈમાં પોતાનું મકાન હોવું જ મોટી વાત છે. ભાડાના ઘરમાં રહેતા કોઈ પણ વ્યક્તિ માટે મુંબઈમાં પોતાનું ઘર એક સપનું હોય છે. મુંબઈમાં મકાનના ભાવ આકાશને આંબી રહ્યા છે એવામાં મુંબઈના વરલી જેવા વિસ્તારમાં તો એર સ્ક્વેરફૂટનો ભાવ જ લગભગ 93000 રૂપિયાની આજુબાજુ છે.

ધનશ્યામભાઈ ધોળકિયા જણાવે છે કે જ્યારે મુંબઈ આવ્યા ત્યારે તે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતા હતા. 1994માં તેમણે 1BHK ફ્લેટથી શરૂઆત કરી હતી. 8 વર્ષ સુધી ભાડે રહ્યા બાદ 2001માં પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. હવે ભગવાનની કૃપાથી વરલીમાં પોતાનો બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે. લાંબા સમયથી ઘનશ્યામ ધોળકિયા અને તેમનો પરિવાર બંગલાની શોધમાં હતા. અંતે આ બંગલા માટે ઓફિસની નજીકની આ બિલ્ડિંગ પસંદ આવી હતી.

મુંબઈના જાણીતા એવા વરલી વિસ્તારમાં આવેલા સી વ્યુનો આ બગલો વેપારી દ્વારા ખરીદવામાં આવ્યો છે. 19,800 ફુટથી વધુ બાંધકામ ધરાવતા આ 185 કરોડના બંગલાની પ્રતિ ફૂટ કિંમત 93,000થી વધુની અંકાઈ રહી છે. એસ્સાર જુથની કંપનીની માલિકી પાસેથી ધનશ્યામભાઈ ધોળકિયાની હરી ક્રિષ્ણા એક્સપોર્ટ દ્વારા આ બંગલાની ખરીદી કરવામાં આવી છે. આ બંગલો પન્હાર બંગલો તરીકે ઓળખાણ ધરાવે છે. તેમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિગ, ગ્રાઉન્ડ ફ્લોર સિવાય ૬ જેટલા માળનો આ બંગલો છે. પ્રોપર્ટીના સોદાનું ૩૦ જુલાઈના રોજ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર બંગલા માટે મોટી રકમના બે સોદા કરાયા છે. જેમાં કુલ 185 કરોડ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી છે. પહેલા સોદામાં ૪૭ કરોડ તેમજ બીજા સોદામાં ૧૩૮ કરોડ જેટલી રકમનાં દસ્તાવેજ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા ઘનશ્યામ ધોળકિયા અને સવજી ધોળકિયા આજે એક ખૂબ જ સફળ હીરાના ઉદ્યોગપતિઓમાંથી એક છે. તેઓ અમરેલીના લાઠી તાલુકાના દૂધાળા ગામના વતની છે. ક્યારેક ભાડામાં ઘરમાં રહેતા ધોળકિયા પરિવારે આજે મુંબઈના વરલીમાં 185 કરોડનું આલીશાન મકાન ખરીદ્યું છે. વરલીમાં સીફેસ બંગલામાં દરેક પ્રકારની લક્ઝુરિયસ ફેસિલિટિઝ ઉપલબ્ધ છે. જેમાં કુટુંબના દરેક સભ્યો માટે અલગ અલગ 36 બેડરૂમ, ગાર્ડન, ગ્રાઉન્ડફ્લોર અને 7 માળ, બેઝમેન્ટ દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.

સવજી ધોળકિયા અને ઘનશ્યામ ધોળકિયા સુરતમાં ડોયમંડ કિંગ તરીકે જાળીતા છે. સુરતના હીરા ઉદ્યોગમાં તેમની કંપની હરિકૃષ્ણ ડાયમંડનું નામ ખૂબ જ છે. આ ઉપરાંત પોતાના કર્મચારીઓને બોનસમાં મકાન, દાગીના અને કારની ભેટ આપવા બદલ પણ ધોળકીયા બંધુઓ ચર્ચામાં રહે છે. આટલું જ નહીં તેમણે કર્મચારીઓને મર્સિડીઝ કાર પણ ભેટ આપી છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર 7000 કરોડ રૂપિયા છે.

સુરતના હીરાના વેપારી ધનશ્યામ ધનજીભાઈ ધોળકિયાની માલિકીની કંપની હરી ક્રિષ્ણા એક્સપોર્ટ દ્વારા આ બંગલાની ખરીદી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં જન્મેલા ધોળકિયાએ 13 વર્ષની ઉંમરે સ્કૂલ જવાનું બંધ કરી દીધું અને પોતાના કાકાના હીરાના વેપારમાં જોડાઈ ગયા. તેમણે કાકા પાસેથી નાની લોન લઈને પોતાનો બિઝનેસ શરૂઆત કરી હતી બાદમાં હીરા ઘસવાના ઉદ્યોગમાં 10 વર્ષ સુધી સખત મહેનત કર્યા બાદ તેમણે વર્ષ 1991માં શ્રી હરી ક્રિષ્ણા એક્સપોર્ટની સ્થાપના કરી હતી. ઘનશ્યામ ધોળકિયાએ જાણીતા હીરા વેપારી સવજી ધોળકિયાના ભાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *