રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, બંગાળના અખાતમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં આ તારીખ સુધી ધોધમાર વરસાદ પડી શકે - Jan Avaj News

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, બંગાળના અખાતમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં આ તારીખ સુધી ધોધમાર વરસાદ પડી શકે

બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રવિવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણ, ગુજરાતના વિવિધ વિસ્તારમાં લાંબા વિરામ બાદ શનિવારથી હળવાથી ભારે વરસાદની શરૃઆત થઈ છે. મેઘરાજાની આગમનથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર પ્રસરી ઉઠી હતી. ગઇકાલે સવારે 6 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 137 તાલુકામાં 1 મીમીથી લઈને 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 4 કલાકમાં 5 ઈંચ અને રાજકોટ શહેરમાં 4 ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર જળબંબાકાર થયો હતો. આ સિવાય રાજકોટના લોધીકામાં સાડા ત્રણ અને જેતપુરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણાના ઊંઝામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના સાણંદ તાલુકામાં પણ 3.75 ઇંચ અને ધંધુકામાં સવા બે ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યાં હતા. આ ઉપરાંત ગાંધીનગરના માણસા અને બનાસકાંઠાના ડીસામાં પણ 3-3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ હવામાન ખાતાએ આગાહી કરી છે કે, રવિવારે મધ્ય ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તેમજ ભરૃચમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ અને દીવ સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ પડી શકે છે વરસાદ : આ આગાહી કરી છે હવામાન વિભાગે. જેમાં આગામી 2 દિવસમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો સાઉથ વેસ્ટ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પર હળવું દબાણ સર્જાયુ છે. જેથી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જો કે ચાર ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદની તિવ્રતામાં વધારો થઈ શકે છે. રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી સામાન્ય વરસાદ જ રહેશે.

હવામાન વિભાગે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર વિરામ લીધો. અત્યારસુધી રાજ્યમાં ૧૨ ઈંચ સાથે મોસમનો ૩૬% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૨ ઓગસ્ટ સુધી ૧૪ ઈંચ સાથે મોસમનો ૪૩% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ વરસાદ હજુ ૭% ઓછો નોંધાયો છે.

રાજ્યમાંથી અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં ૮.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૦.૭૮% , પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦.૭૦ ઈંચ સાથે મોસમનો ૩૩.૭૯%, સૌરાષ્ટ્રમાં ૯.૨૫ ઈંચ સાથે મોસમનો ૩૩.૪૭% અને દક્ષિણ ગુજરાતમાં ૨૨.૫૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૩૯.૧૮% વરસાદ નોંધાઇ ચૂક્ય છે.

રાજ્યમાં હાલ બે જ તાલુકા એવા છે જ્યાં ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યમાં જૂનમાં કુલ ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે જૂનમાં ૪.૮૩ ઈંચ અને જુલાઇમાં ૯ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, અનેક જિલ્લામાં સારો વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.તો આ તરફ છેલ્લા 7 વર્ષમાં જુલાઈમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો 2020માં 9.14 ઈંચ, 2019માં 8.89 ઈંચ, 2018માં 15.30 ઈંચ, 2017 21.03 ઈંચ, 2016માં 8.97 ઈંચ અને 2015માં 15.73 ઈંચ વરસાદ પડ્યો.

સાયન્સ સિટી, બોડકદેવ, બોપલમાં ત્રણ કલાકમાં પોણા બે ઇંચ વરસાદ : અમદાવાદમાં ઘણાં લાંબા સમય સુધી વિરામ લીધા પછી શનિવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અગાઉની જેમ શનિવારે મોડી સાંજે ફરીથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ત્રણ કલાકમાં જ શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના સાયન્સ સિટી અને બોડકદેવ વોર્ડમાં તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનના બોપલ વિસ્તારમાં અને રાણિપમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકવાને પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મૂશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાને કારણે શનિવારની સાંજે ફરવા નીકળેલા અને ખાનગી ઓફિસેથી ઘેર જતા લોકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે, શહેરના અન્ય વિસ્તારોમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં સરેરાશ 18.40 મિમિ. વરસાદ નોંધાયો છે અને અત્યાર સુધીમાં મોસમનો 388.04 મિ.મિ. એટલેકે 15 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

શહેરીજનોને ઘણાં દિવસથી રાહ જોવડાવતા અને દસેક દિવસથી રાહ જોવડાવતા ‘મેઘાડંબર’ની જેમ આકાશમાં ઘેરાયેલા જોવા મળતા અને નહીં વરસતા વાદળો શનિવારે મોડી સાંજે તૂટી પડયા હતા અને શહેરને ઘરમરોળ્યું હતું.

અમદાવાદ એરપોર્ટના રન-વે પર પાણી, મુંબઈથી આવતી ફ્લાઈટ્સ રદ થઈ : ભારે વરસાદથી અમદાવાદ એરપોર્ટના રન-વે ઉપર પાણી ભરાઇ ગયા હતા. જેથી સાંજે અમદાવાદથી રવાના થતી મોટાભાગની ફ્લાઇટ લેટ થઈ હતી. મુંબઇમાં ભારે વરસાદથી મુંબઈથી આવતી ઘણી ફ્લાઇટ રદ થઇ હતી. અમદાવાદ આવનારી કેટલીક ફ્લાઇટ પણ વરસાદને કારણે લેન્ડ નહીં થઇ શકતા અન્ય સ્થળે ડાયવર્ટ કરવાની નોબત ઊભી થઈ હતી. હવે રન-વેની સાથે સાથે ર્ટિમનલ બિલ્ડીંગ આગળ પણ પાણી ભરાઇ જવાની નવી સમસ્યા શરૂ થઈ ગઈ છે જેને લીધે ઘણી પરેશાની થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *