સાઉથ વેસ્ટ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કરાઈ વરસાદની આગાહી - Jan Avaj News

સાઉથ વેસ્ટ લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા કરાઈ વરસાદની આગાહી

સામાન્ય રીતે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદ આવી રહ્યો નથી. કેટલાક વિસ્તારોમાં થોડા થોડા સમયે ઝરમર વરસાદ વરસી રહ્યો છે પરંતુ સારો વરસાદ થતો નથી. જેના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યાં છે. તો હવે બીજી તરફ ગુરુવાર અને શુક્રવાર બે દિવસ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં ઉભા થયેલા લો પ્રેશરને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પવનો મજબૂત બનવાને કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા વરસી રહ્યો હતો. ગુજરાતમાં પણ હવે ફરી એકવાર ભારે વરસાદ થવાની શક્યતા પ્રબળ બની છે. રાજ્યમાં 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે આગામી 6 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવાઈ છે. જ્યારે બીજી તરફ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરાયા છે. આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

ઉપરાંત જો નક્ષત્ર મુજબ વાત કરીએ તો 1 ઓગસ્ટ સુધી પુષ્પ નક્ષત્ર ચાલતું હતું. 1 ઓગસ્ટ પછી હવે નવું નક્ષત્ર આશ્લેલા નક્ષત્ર ચાલુ થયું છે. પુષ્પ નક્ષત્રના અંતિમ દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હતો. આ પછીના આશ્લેલા નક્ષત્રનું વાહન મોર હોવાથી ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થવાના એંધાણ છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આશ્લેલા નક્ષત્રમાં સારો વરસાદ થશે.

અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, ગુરુવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે. બીજા દિવસે શુક્રવારે સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

હવામાન વિભાગના અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 3 ઓગષ્ટ બાદ વરસાદનું જોર વધતા કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. રાજ્યમાં હજુ પણ 29 ટકા વરસાદની ઘટ હોવાનો હવામાન વિભાગનું અનુમાન છે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ગીર, સોમનાથ, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ આગામી 3 ઓગસ્ટ બાદ સારો એવો વરસાદ થઈ શકે છે.

સાઉથ વેસ્ટમાં ઉભી થયેલ લો પ્રેશર સિસ્ટમ ના કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદી વાતાવરણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં જોવા મળશે. ખાસ કરીને આગામી ચાર દિવસ સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના છૂટા છવાયા વિસ્તારોમાં પણ આગામી ચાર દિવસ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, ઓગસ્ટ મહિનાની અંદર રાજ્યમાં સારો વરસાદ થશે. હાલ આશ્લેલા નક્ષત્ર ચાલી રહ્યું છે. 15 ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર રહેશે. આશ્લેષા નક્ષત્ર દરમિયાન સારા વરસાદ થવાના સંજોગો હોય છે.

વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જૂન અને જુલાઈ મહિનામાં ભલે ઓછો વરસાદ થયો હોય પરંતુ આ વર્ષે રાજ્યમાં વરસાદ સારો રહેશે. જેથી આગામી બે મહિના ઓગસ્ટ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે. જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે સામાન્ય વરસાદ થશે એટલે કે કૃષિ પાકને જરૂરી હોય તે મુજબનો વરસાદ થશે.

આપને જણાવી દઇએ કે જૂન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે રાજ્યમાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના માત્ર 18 તાલુકા એવા છે કે જ્યાં સરેરાશ કરતાં 50 ટકા વધુ વરસાદ થયો છે. મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં માત્ર 20 ટકા સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે હવે આગામી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *