ગુજરાતના આ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી , વરસાદ તથા વાતાવરણમાં ઠંડક પ્રસરી - Jan Avaj News

ગુજરાતના આ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી , વરસાદ તથા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાતના લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. વરસાદનું આગમન થતાં જગતના તાતમાં ખુશી જોવા મળી છે. ગઈ કાલે મોડી રાત્રે ડભોઇ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થતાં લોકો ખુશ થયા છે. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ચારે બાજુ ઠંડક પ્રસરી છે જેથી લોકોને કાળજાળ ગરમીમાંથી છુટકારો મળ્યો છે.

વરસાદની પધરામણી થતાં ઉંચાટના ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે. ડભોઇમાં ગત રાત્રે વરસાદ થતા આસપાસના વિસ્તાર સહિત 23000 હેક્ટર કપાસ બચવાની આશા જાગી છે. વારસાનું આગમન થતાં ખેડૂતો ખુશ થયા છે. દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવું લાગી રહ્યું હતું પરંતુ વરસાદ થતાં નવી આશા જાગી છે. જન્માષ્ટમીના પાવન અવસરે સવારથી જ ભરૂચ વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારમાં મેઘો પધરામણી કરી ચૂક્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર આગળ વધતા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જન્માષ્ટમીના પવિત્ર દિવસે મેઘરાજાની પધરામણી થતા લોકો ખુશ થયા છે. દક્ષિણ ગુજરાતના સાપુતારામાં પણ સારો વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં આ તારીખે થશે વરસાદની એન્ટ્રી: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ચોમાસુ પાક સુકાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 30 તારીખ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાશે. જન્માષ્ટમી બાદ આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે તથા કેટલાક લોકો વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ દિવસમાં જૂનાગઢ, ગીર સોમનાથ તથા અમરેલી પંથકમાં વરસાદ થશે. લોકો છેલ્લા એક મહિનાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વેધર ડીપાર્મેન્ટની આગાહીથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. બુધવાર બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વાતાવરણમાં પલટો આવતાં આગાહીમાં ફેરફાર થઈ શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *