મીનાવાડામાં આજે પણ હાજરા હજુર બેઠા છે દશા માં, સતના પરચાઓ જાણવા જેવા - Jan Avaj News

મીનાવાડામાં આજે પણ હાજરા હજુર બેઠા છે દશા માં, સતના પરચાઓ જાણવા જેવા

ભારત દેશ ધાર્મિક દેશ છે. ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. અહી ઘણા સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે. ગુજરાત રાજ્યમાં ચોટીલા માતા ચામુંડા, પાવાગઢ મહાકાળી માતા, અંબાજી મા અંબે, રાજપરા માં ખોડીયાર માતાનું મંદિર જેવા સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે. મિત્રો,આજે અમે તમને ગુજરાતના મીનાવાડામા સ્થિત મા દશામાના મંદિર વિશે જણાવીશું કે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો મા દશામાના દર્શને આવે છે અને મા દશામા બધાની મનોકામના પૂરી કરે છે.

ગુજરાતમા આવેલ દશામાનું આ મંદિર અમદાવાદથી 55 કિ.મી દૂર અને ડાકોરથી માત્ર 25 કિ.મી દૂર આવેલ છે. જેમ દરેક મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલ હોય છે તેમ આ મંદિર સાથે પણ કેટલીક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. એક કથા અનુસાર આજથી 700 વર્ષ પહેલા અહિયાં એક શહેર હતું, જેનું નામ મીનળ હતું. જયાંથી વાણિજ્ય વ્યવહાર થતો હતો,પરંતુ એક ભયાનક પૂર આવતા આખું શહેર તણાઇ ગયું હતું.

પૌરાણિક કથા અનુસાર વર્ષો પહેલા શહેરની બહાર એક નદીમાં પત્થર સ્વરૂપે મા દશામાં બિરાજમાન હતા. તે જ સ્થળ પર આજે દશામાંનું મંદિર છે અને બાદમાં આ ગામનું ગામ મિનાવાડા પડ્યું. બીજી કથા અનુસાર ઇ.સ 1995 માં ગામની એક કુંવારી દીકરી કે જેનું નામ શારદા હતું તે પૂરી ભક્તિ ભાવથી માતા દશામાની ભક્તિ કરતા હતા. શ્રાવણનો મહિનો હતો અને તેઓ માતા દશામાના વ્રત કરતાં હતા.

તેઓ સાંજે માતાની આરતી પણ કરતા હતા. એક દિવસની વાત છે જ્યારે શારદા ભેંસો ચરાવીને પાછા આવી રહ્યાં હતા ત્યારે અચાનક ભેસો ઊંડા ખાડામાં પડી જાય છે. આ દીકરીના ઘરનું ગુજરાન ભેંસો પર ચાલતું હોય છે. ભેસો પડી જતાં દીકરી વલોપાત કરવા લાગે છે. સાંજ પડી જાય છે અને માતા દશામાંની આરતીનો સમય પણ થઈ ગયો હતો તેથી દશામાને યાદ કરે છે.

આ દીકરીની ભક્તિ જોઈને મા દશામા હાજર થાય છે અને આ ભેસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે. ત્યારથી મા દશામાએ એ દીકરી શારદામાં વાસ કર્યો એવું કહેવાય છે. ત્યારબાદ આ વાત ચારેય દિશામાં વાયુવેગે પ્રસરવા લાગી અને ધીમે-ધીમે લોકો આ દીકરી કે જેમાં મા દશામા સાક્ષાત છે તેના દર્શન કરવા આવવા લાગ્યા અને જોતજોતામાં આ દશામાનું સ્થાનક બની ગયું.

આ સ્થાન લાખો લોકોની આસ્થાનું પ્રતિક બની ગયું. બસ ત્યારથી જ અહી રોજ દશામાના દર્શન કરવા લાખો ભક્તો આવે છે. ખાસ કરીને પૂનમ ભરવા અને રવિવારે મોટી સંખ્યામાં લોકો અહી આવે છે. ઉપરાંત શ્રાવણ માસમાં તો દશામાના દિવસોમાં અહી મેળો ભરાય છે અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

મિત્રો આ મંદિરની બહાર મોટું બજાર પણ છે. અહી ગુજરાત,રાજસ્થાન,મધ્ય પ્રદેશથી ઘણા ભાવિ-ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે અને મા દશામા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો જ્યાં દવા કામ ન કરે ત્યાં દુઆ જરૂર કામ કરે છે. દશામાના દર્શન માત્રથી વાંઝિયાના ઘરે પારણું બંધાય છે દુ:ખીયાઓના દુ:ખ દૂર થાય છે. માં દશામા દરેક ભાવિ ભક્તોના દુખડા દૂર કરે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *