આ તારીખે આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગ દ્વારા વરસાદ ની ભારે આગાહી

વરસાદ જાણે ગુજરાતથી રિસાઈ ગયો હોય તેવું લાગે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદ હાથતાળી આપીને જતો રહે છે, તેના કારણે લોકોની ચિતા થઈ રહી છે. એવામાં ગ્રહ અને નક્ષત્રોની ચાલ પરથી આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે થોડા દિવસોમાં ચોમાસું ફરી શરૂ થઈ શકે છે. આગામી 16 મી પછી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે. એક કે બે દિવસ પછી 20-21 ઓગસ્ટના રોજ સારો વરસાદ થશે.

તેમજ ઉત્તર ગુજરાત સારો વરસાદ રહેશે.રાજ્યના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં ગુજરાતમાં 46% વરસાદની ઘટ અનુભવી રહ્યું છે.ત્યારે ગુજરાતમાં વરસાદના કારણે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 મી ઓગસ્ટથી ચોમાસું ફરી સક્રિય થશે. રાજ્યમાં 16 ઓગસ્ટથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ચોમાસાની પ્રવૃત્તિ 15 ઓગસ્ટથી શરૂ થશે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 18 થી 24 ઓગસ્ટ વચ્ચે સારા વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે સારો વરસાદ થશે. ત્યારે જુલાઈમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ થયો નથી.ત્યારે હવે ઓગસ્ટમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષની સરખામણીમાં આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી મધ્યમ વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 ઇંચ સાથે મોસમનો સરેરાશ 37 ટકા વરસાદ થયો છે.

વર્ષ 2017 થી 2020 માં 9 ઓગસ્ટ સુધી 50 ટકાથી વધુ વરસાદ થયો છે.હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 15 અને 16 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં વરસાદી વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે. ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. તા. 18 થી 24 તારીખ સુધી ગુજરાતના ભાગોમાં સારા વરસાદની સંભાવના છે.

15 ઓગસ્ટે બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સારો વરસાદ થશે. 21થી 23 અને 25થી 28 ઓગસ્ટ વરસાદનું પ્રમાણ સારું રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની સાંભવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ માસમાં તારીખ 15 અને 16 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. તા. 18થી 24માં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં તા.19થી 21, તારીખ 23-24થી 28 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ પડી શકે તેમ છે.

ગુજરાતમાં માત્ર ચાર તાલુકા એવા છે જ્યાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 26 તાલુકામાં 9.72 ઈંચથી 39.37 ઈંચ, 100 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 94 તાલુકામાં 4.96 ઈંચથી 9.84 ઈંચ, 25 તાલુકામાં 2 ઈંચથી 4.92 ઈંચ વરસાદ અને બે તાલુકા એવા પણ છે જ્યાં 1.96 ઇંચથી ઓછો વરસાદ થયો છે. અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ એમ ચાર જિલ્લામાં હજુ સુધી કુલ 10 ઈંચ પણ વરસાદ પડ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *