હવામાન વિભાગના મનોરમા મોહંતિએ કરી મહત્વની આગાહી, આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે ત્રીજા રાઉન્ડનો વરસાદ - Jan Avaj News

હવામાન વિભાગના મનોરમા મોહંતિએ કરી મહત્વની આગાહી, આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે ત્રીજા રાઉન્ડનો વરસાદ

હવામાન વિભાગના મનોરમા મોહંતિએ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મનોરમા મોહંતિના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ થી શકે છે. આ વર્ષે રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. જો કે, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો દોઢ મહિનો વીતિ ગયો છે પરંતુ હજુ જોઈએ તેવો વરસાદ સારો થયો નથી. ઉપરાંત હજુ પણ 15 ઓગસ્ટ સુધી વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય થવાની આશા પણ નથી.

પરંતુ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિએ જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદ થઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના લોકોને ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. મનોરમા મોહંતિના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાતના સૌરષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છોટા ઉદેપુરમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. છોટા ઉદેપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. પાવીજેતપુરમાં 2.7 ઈંચ અને બોડેલીમાં 1.14 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજ્યમાં 36.17 ટકા સાથે ચોમાસાની સિઝનનો 12 ઈંચ વરસાદ નોંધાયો છે. 4 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં કુલ 5 લાખ 28 હજાર હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. જેમાં મગફળીનું 2 લાખ 75 હજાર હેક્ટરમાં અને કપાસનું એક લાખ 98 હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે. ગુજરાતમાં હજું 41 ટકા વરસાદની ઘટ છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

આ વિસ્તારોમાં થશે વરસાદ: અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યાં મુજબ ઓગસ્ટના બીજા સપ્તાહ એટલે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *