હવામાન વિભાગના ડાયરેક્ટરે કરી આગાહી, ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આ વિસ્તારમાં થશે જળબંબાકાર
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિ દ્વારા મોડાસા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં પણ આગામી 24 કલાક સુધી વરસાદી માહોલ રહેશે. વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર ગાંધીનગર, નડિયાદ, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા અનુસાર 2 અને 4 ઓગષ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 2 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. જેના આધારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે.
જ્યારે 1 લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ રહેશે. ઉપરાંત 2 અને 4 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.