તા 1 થી 6 સુધી વરસાદને મહત્વની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે થી અતિભારે વરસાદ - Jan Avaj News

તા 1 થી 6 સુધી વરસાદને મહત્વની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે થી અતિભારે વરસાદ

મિત્રો, પહેલા આપણે હાલમાં કઈ કઈ સિસ્ટમ એક્ટિવ છે તે જોઈએ તો બંગાળ ની ખાડી વાળુ લો પ્રેશર અગાવ કહ્યું હતું તેમ ઉત્તર પ્રદેશ માં ગયું છે. જે વેલમાર્ક સ્ટેજ ઉપર છે. બીજું એક લો પ્રેશર દક્ષિણ હરિયાણા પર સક્રિય છે.

દક્ષિણ હરિયાણા વાળુ લો પ્રેશર 24 કલાક માં નબળુ પડી તેનું સર્ક્યુલેશન વેલમાર્ક લો પ્રેશર મર્જ થઈ જશે. જ્યારે વેલમાર્ક લો પ્રેશર અગાવ જણાવ્યા મુજબ ત્યાંથી આવતા 36 કલાકમાં મધ્યપ્રદેશ પર આવી જશે.

ચોમાસુ ટ્રફ ની લાઇન અત્યારે હરિયાણા વાળા લો પ્રેશર થી ઉત્તરપ્રદેશ વાળા લો પ્રેશર થઈ બંગાળની ખાડી સુધુ લંબાઈ છે.

મધ્યપ્રદેશ પર લો પ્રેશર આવતા બાદ ત્યાં થી તેને લાગુ રાજસ્થાન સુધી ના વિસ્તારમાં 5/6 તારીખ સુધી ત્યાં જ ઘુમરી માર્યા કર્યા ત્યાં થી આગળ નહિ વધે એટલે મધ્યપ્રેદશ અને તેને લાગુ રાજસ્થાન માં આ સપ્તાહ અતિભારે વરસાદ પડશે.

તમે એમ કહો છો પરંતુ ગુજરાત નું શું ? તમારો સવાલ વ્યાજબી પરંતુ ગુજરાત ને આ વર્ષે કુદરતે ઠેંગો દેખાડવા નુ નક્કી કર્યું છે. એટલે આપણે બસ ખાલી ખમ ત્યાંના વધેલા વાદળો અને પવન નો લ્હાવો લેવા નો ખાલી.

પવન ની વાત કરવામાં આવે તો 6 તારીખ સુધી હજુ પવન માં સામાન્ય ઘટાડો જ જોવા મળશે જાજો નહિ.દરિયાકાંઠે 30 થી 35 km સુધી ના અંદર 20 થી 25 km સુધી ના તો ઉત્તર ગુજરાત બાજુ 15 થી 20km સુધી ના પવનો ચાલુ જ રહેશે.. આગાહી બાદના દીવસો માં પવન માં ઘટાડો થશે.

આગાહી ના દિવસો ની વાત કરવામાં આવે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના બોર્ડર ના જિલ્લામાં તથા પૂર્વ ગુજરાતમાં થોડી આશા રાખી શકાય કે ત્યાં નજીક માં રહેલા લો પ્રેશર નો ટ્રફ અમુક અમુક દિવસે ત્યાં અડી જાય તો છુટો છવાયો ક્યાંક ક્યાંક (બધે નહિ) મધ્યમ થી સારો વરસાદ પડી જાય. બાકી રહેલા ઉત્તર ગુજરાત માં છુટા છવાયા હળવા ઝાપટા પડી શકે ક્યારેક ક્યારેક.

દક્ષિણ ગુજરાત માં તો સદાય હળવા મધ્યમ ઝાપટા પડતા જ હોય છે ને તે ચાલુ જ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ માં ખાસ અસર નહિ પરંતુ માથે રહેલા લોકલ વાદળો મજા આવે ત્યારે ક્યાંક ક્યાંક છાંટા તો ક્યાંક ક્યાંક હળવા મધ્યમ ઝાપટા નાખી દેય પરંતુ ઓછા વિસ્તારમાં.

એક રીતે કહું તો અમુક છૂટક વિસ્તારમાં લાંબા દિવસો થી વરસાદ નથી અને હજુ નજીક માં થશે પણ નહીં એટલે ત્યાં વાયરો વાયો જેવુ જ ગણાશે. અને હાલ જે વાતાવરણ ઠંડુ બોળ છે. તે વરસાદ ને અનુરૂપ છે જ નહીં. એટલે વાતાવરણ માં બફારો નહિ પકડાય ત્યાં સુધી સારા વરસાદ ની શકયતા પણ નહીં રહે.

પહેલા કહ્યું હતું તેમ જ ગુજરાત સુધી સિસ્ટમો ઓછી આવશે અને આવશે તે નબળી હશે અને મારી આગાહી એકબંધ છે આ વર્ષે ગુજરાત ના અમુક વિસ્તારમાં ચોમાસુ નબળુ રહેશે.આજે બીજી એક આગાહી કરું છું ચોમાસુ પૂરું થશે ત્યારે ગુજરાત માં બધા નહિ પરંતુ મોટાભાગ ના જિલ્લામાં સરેરાશ વરસાદ સામાન્ય થી ઓછો હશે.

હજુ અડધું ચોમાસુ બાકી છે અમુક સારા રાઉન્ડ આવે તો પણ વરસાદ ની સરેરાશ મોટા ભાગ ના જિલ્લામાં સામાન્ય થી ઓછી જ રહેશે. અત્યારે દેશ માં પૂર્વ ભારત સિવાય દેશની વાત કરવા માં આવે તો આ આખા દેશ માં માત્ર ગુજરાત અને કેરળમાં જ સામાન્ય થી ઓછો વરસાદ છે તેમાં પણ ગુજરાત 34% વરસાદ ની ઘટ સાથે મોખરે છે.

ગુજરાત માં રિજન_વાઈઝ વરસાદ ની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર-કચ્છ માં 36 ટકા તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત માં 32 ટકા વરસાદ ની ઘટ છે. જિલ્લા વાઈઝ વરસાદ ની ઘટ આ પ્રમાણે છે.

 • ગાંધીનગર -54%
 • અરવલ્લી -52%
 • સુરેન્દ્રનગર -50%
 • ગિરસોમનાથ -48%
 • તાપી. -48%.
 • દાહોદ. -46%
 • અમદાવાદ. -43%
 • જૂનાગઢ. -42%
 • વડોદરા. -40%
 • કચ્છ. -40%
 • પોરબંદર . -37%
 • બનાસકાંઠા -37%
 • ભરૂચ. -37%
 • મહીસાગર. -37%
 • સાબરકાંઠા -36%
 • પંચમહાલ -36%
 • ખેડા. -35%
 • ભાવનગર -32%
 • જામનગર. -31%
 • મોરબી. -31%
 • અમરેલી. -28%
 • સુરત -27%
 • રાજકોટ -26%
 • મહેસાણા. -26%
 • નવસારી. -25%
 • દ્વારકા. -21%
 • નર્મદા. -21%
 • વલસાડ. -19%
 • છોટા ઉદેપુર -18%
 • ડાંગ. -15%
 • બોટાદ. -11%
 • આણંદ. -7%
 • પાટણ. -6%

આ બધા આંકડા #માઇનસ માં છે એટલે કે જિલ્લા વાઈઝ સત્યાર સુધીમાં સરેરાશ ની સરખામણીએ આટલા ટકા ઓછો વરસાદ પડ્યો છે. આગાહી ના દિવસો માં થોડો ઘણો ફેરફાર સંભવ પણ રહી શકે જો તેવુ લાગશે ફરી અપડેટ આપીશ.

આગોતરૂ એંધાણ : આગાહી દિવસો બાદ વાતાવરણ થોડુ સુધરી શકે પરંતુ સારો મોટો રાઉન્ડ હજુ નજીક માં નહિ આવે. લી.વિશાલ પાનસૂરિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *