તા 7થી 15 સુધી આ વિસ્તારમાં વરસાદ ને લઈને કરવામાં આવી આ ખાસ આગાહી, બંગાળ ની ખાડી વાળુ લો પ્રેશર ફરીવાર સક્રિય - Jan Avaj News

તા 7થી 15 સુધી આ વિસ્તારમાં વરસાદ ને લઈને કરવામાં આવી આ ખાસ આગાહી, બંગાળ ની ખાડી વાળુ લો પ્રેશર ફરીવાર સક્રિય

મિત્રો, બંગાળની ખાડી વાળુ લો પ્રેશર હજુ પણ મધ્યપ્રદેશ પર સક્રિય છે. જે હવે ધીમે ધીમે ફરી ઉત્તર પ્રદેશ બાજુ જશે અને ક્રમશ બે ત્રણ દિવસ માં નબળુ પડી જશે..દેશ માં બીજી કોઈ ખાસ મોટી સિસ્ટમ એક્ટિવ નથી.

આગાહી ના દિવસો ની વાત કરવામાં આવે તો દરિયાકાંઠા સિવાય બધે 9 તારીખ સુધી પવન માં સામાન્ય ઘટાડો જોવા મળશે. તથા #બોર્ડર ના બધા જિલ્લામાં પવન માં થોડી #અસ્તવ્યસતા પણ જોવા મળશે. 10 તારીખ થી ફરી બધે પવન સામાન્ય થઈ જશે અને ફરી 16 તારીખ બાજુ જતા જતા પવન ની ગતિ મંદ પડવા લાગશે.

આજ થી 9 તારીખ સુધી ઉતરપૂર્વ અને મધ્યપૂર્વ ગુજરાત ના બોર્ડર જિલ્લામાં છુટા છવાયા અમુક સીમિત વિસ્તાર માં (બધે નહિ) હળવા મધ્યમ વરસાદ ની શકયતા રહેશે. જેનો વિસ્તાર ખાસ મોટો પાયે ના હોઈ સીમિત જ હશે. ત્યાર બાદ 10 થી 15 તારીખ સુધી ખાસ શકયતા નહિ રહે.

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માં આગાહી ના દીવસો માં અમુક અમુક દિવસે અમુક સીમિત વિસ્તાર માં હળવા રેડા ઝાપટા ની શકયતા રહે. બધા દિવસો માં નહિ રહે. તો બાકી રહેતા કચ્છ,અને બીજા વિસ્તારમાં ખાસ કંઈ શકયતા નહિ રહે એકલ દોકલ ક્યાંક ઝાપટા પડી જાય નસીબે.

ટૂંક માં હજુ 15 તારીખ સુધી ક્યાંક રેડા ઝાપટા થી ખૂબ #સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પડે એ બાકી કોઈ સારા મોટા વરસાદ ની કે રાઉન્ડ ની શકયતા રહેશે નહીં.

આગોતરું એંધાણ : આગાહી ના દિવસો બાદ 16 થી 20 તારીખ માં ગમે ત્યારે બંગાળ ની ખાડી માં લો પ્રેશર બનશે.અહીં ફિક્સ તારીખ હજુ એટલે નથી કહી કેમ કે લાંબા ગાળા માં લો પ્રેશર બનવાની તારીખ હજુ ફરતી રહેશે. એટલે હજુ થોડા બે ચાર દિવસ નજીક જશું તેમ તારીખ નો ચોક્કસ અંદાજ આવી જશે.

આ લો પ્રેશર નો રૂટ મહારાષ્ટ્ર અને ગુજરાત બાજુ કોઈ પણ જગ્યાએ હોઈ શકે જેની અસર થી ગુજરાત માં વરસાદ નો રાઉન્ડ આવશે. રાઉન્ડ ચાલુ થવા ની ફિક્સ તારીખ પણ લો પ્રેશર બનવાની તારીખ પર હોઈ થોડા નજીક જઈએ તેમ ખ્યાલ આવશે.

આ રાઉન્ડ માં ક્યાં વિસ્તારમાં વધુ ફાયદો ક્યાં ઓછો ફાયદો કેવો રાઉન્ડ હશે સાર્વત્રિક અડધા ગુજરાત કે છુટો છુટો છવાયો કઈ રીતે નો રાઉન્ડ હશે એ બધા પ્રશ્નોના ના અત્યારે મારે કોઈ ખોટા મોટા મોટા જવાબ આપી ને મોટી આશા માં નથી બાંધી દેવા કેમ કે આપણા ગુજરાત સાથે હાલ એવી સ્થિતિ છે કે આપણે દૂર થી જોઈએ તો આપણને ફૂટબોલ જેવો રાઉન્ડ દેખાઈ નજીક આવે ત્યારે રબર ના દડા જેવો રાઉન્ડ હોય અને હાથ માં આવે ત્યારે નાની દડી જેટલો જ ફાયદો મળ્યો હોય આટલા માં તમે સમજી ગયા હશો. બાકી થોડા નસીબ ખુલશે એટલે જ્યારે નાની દડી જેવો રાઉન્ડ દેખાતો હશે ત્યારે હાથ માં ફૂટબોલ જેવો રાઉન્ડ પણ આવી જતા વાર નહિ લાગે.

એટલે 16 થી 20 માં ક્યારે રાઉન્ડ શરૂ થાય કેવો રહે ક્યાં વિસ્તારમાં સારો રહે ક્યાં ના રહે એ બધા #સવાલો ના જવાબ હજુ સમય નજીક આવ્યે મળશે. અત્યાર થી હવા માં ફેકબાજી કરવાનો કોઈ મતલબ નથી. હાલમાં જેમને પાણી ની સગવડતા હોઈ ને પાક ને જરૂર હોય તેવા ખેડૂતમિત્રો એ પાકને પાણી આપી દેવુ. જેને સગવડતા નથી એને મારી જેમ ના છૂટકે આવતા રાઉન્ડ સુધી રાહ જોવી જ પડશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *