હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી, આજથી 5 દિવસ ગુજરાત માં ધોધમાર વરસાદ ની આગાહી - Jan Avaj News

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી, આજથી 5 દિવસ ગુજરાત માં ધોધમાર વરસાદ ની આગાહી

ગ્રહ અને નક્ષત્રોની ચાલ પરથી આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 35.34% વરસાદ વરસી ચૂક્યો છે. તેવામાં હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આજથી આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર થઈ છે.

જેના કારણે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં સારો એવો વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે.તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની ના પાડી છે. તેમજ હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડી માં એક લો પ્રેસર સક્રિય બન્યું છે.તેના કારણે ઝારખંડ અને મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 8 થી 14 ઓગસ્ટ દરમિયાન સિધ્ધપુર મહેસાણા પાલનપુર, સાબરકાંઠા, વિસનગર, અરવલ્લી વગેરે વિસ્તારોમાં 2 થી 3 ઈંચ સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ છે.હવામાન નિશાન પટેલનું કહેવું છે કે આ વરસાદ ખેતી માટે સારો નથી જેથી ખેડૂતોને કૃષિ કાર્ય ન કરવું જોઈએ.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતની સાથે કચ્છના કેટલાક ભાગમાં પણ 1 થી 2 ઇંચ વરસાદ પડી શકે છે.અત્યાર સુધીમાં મધ્ય પૂર્વ ભાગમાં 33.40 ટકા વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 33.38 ટકા વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 31.61 ટકા વરસાદ પડી ચૂક્યો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં 35.24 લતા વરસાદ પડ્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદને લઈને નવી આગાહી કરી છે. જણાવ્યું છે કે આવતી કાલથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદ નહીં પડે પણ જ્યાં વરસાદ પડશે ત્યાં અતિશય પડશે અને જળબંબાકારની સ્થિતિ સર્જાશે.સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પાટડી તથા દસાડામાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બહુચરાજી, કડી, વિસનગર, સિધ્ધપુર અને પાલનપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદના વીરમગામમાં પણ ભારે વરસાદની શક્યતા છે.બંગાળની ખાડીમાં સર્જાયેલ હળવા દબાણને કારણે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેના કારણે નર્મદા નદીમાં પૂર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *