ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી 3,4,5,6 અને 7 તારીખે વરસાદની આગાહી - Jan Avaj News

ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આગામી 3,4,5,6 અને 7 તારીખે વરસાદની આગાહી

ગુજરાતના 60 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં દાહોદ,મોરબી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, નવસારી, વલસાડ અને તાપી સહિત 22 જિલ્લાઓમાં મેઘ મહેર થઇ છે.

રાજ્યમાં અનેક વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી છે. રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય તેવું હાલમાં લાગી રહ્યુ છે. સૌથી વધારે વરસાદ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બીજી અને ત્રીજી ઓગષ્ટે વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ 5 ઓગસ્ટ સુધી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે.

ડાંગ જિલ્લામાં મેઘ મહેર નું તાંડવ હળવું થતા ગિરિમથક સાપુતારા સહિતના અન્ય પ્રવાસન સ્થળોએ કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા માટે પ્રવાસીઓનો ઘસારો નોંધાયો હતો.

ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાની ધબધબાટી બની છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ક્યાંય ઝરમરિયો વરસાદ તો ક્યાંક ઝાપટાં સ્વરૂપમાં વરસાદ પડતા હાલમાં સમગ્ર પંથકનું જનજીવન થાળે પડયું છે.

ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી 2 અને 3 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં આગામી સમયમાં વરસાદનું જોર યથાવત્ રહેશે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં સારે વરસાદી માહોલ જામી શકે છે આ ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી, પાટણ અને મહિસાગર સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર મધ્યમ વરસાદથી ભારે વરસાદ સુધીનું રહેશે. તેમજ અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ ખાબકશે.

હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર, વલસાડ, નવસારી અને ગીર-સોમનાથ સહિતના પંથકોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના મોટા શહેરોમાં સારોએવો વરસાદી માહોલ જામી શકે છે. ત્યારે આજરોજ સવારે અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડયો છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે.

વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 એજ સાથે સિઝનનો સૌથી વધુ તો 35.19 ટકા વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *