ગુજરાતમાં મેઘામહેર યથાવત, આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી - Jan Avaj News

ગુજરાતમાં મેઘામહેર યથાવત, આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોથી મેઘમહેર જણાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે.

છેલ્લાં ચાર દિવસમાં મેઘરાજાએ સુરતને તરબતોળ કરી દીધું છે. ચોમાસુ સક્રિય તથા ખેતી પાકને પણ નવું જીવન મળ્યું છે. જેથી ખેડૂતો પણ ખુશ થયા છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરિયામાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે જેના કારણે આગામી 48 કલાકમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આગામી 25 ઓગસ્ટ રાજ્યમાં સારો વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. તો મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા બીજી આગાહી કરવામાં આવી છે કે આગામી 25 ઓગસ્ટ રાજ્યમાં સારો વરસાદ થશે. તો આગામી 6 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠામાં વરસાદ થશે.

નોંધનીય છે કે આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. વરસાદ થતાં છેલ્લા કેટલાક દિવસોથી કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો ખુશ થયા છે. સારો વરસાદ થતાં સિંચાઇના પાણી માટે વલખા મારી રહેલા ખેડૂતો ખુશ થયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 28 ઓગસ્ટે પંચમહાલ, છોટા ઉદેપુર તથા ડાંગમાં સારો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, અમરેલી, નવસારી, તાપી, બોટાદ અને ભરૂચ જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે બે ઇંચ સુરતનાં ચોર્યાસીમાં વરસાદ પડ્યો છે. સુરતનાં ઓલપાડમાં પણ 37mm વરસાદ નોંધાયો છે. તો અમરેલીમાં 22mm વરસાદ નોંધાયો છે. આ સાથે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *