ગુજરાતમાં આ જગ્યાએ પડ્યો એકસાથે ૯ ઇંચ વરસાદ, જળ બંબાકારની સ્થિતિ જાણો - Jan Avaj News

ગુજરાતમાં આ જગ્યાએ પડ્યો એકસાથે ૯ ઇંચ વરસાદ, જળ બંબાકારની સ્થિતિ જાણો

રાજ્યમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થતું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ગઈ કાલે અમરેલીમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અમરેલીના લીલીયા તાલુકામાં જ માત્રા 4 કલાકમાં જ 5 ઈંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ નાવલી નદીમાં જોરદાર પાણીનો પ્રવાહ વહેતો હોય તેવો દ્ર્શ્યો સર્જાયા હતા.

ગુરુવાર ના દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત માં વરસાદ વરસ્યો હતો. જેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહીત અમરેલી આજુ બાજુ ના વિસ્તારો માં વરસાદ વરસ્યો હતો. ગુજરાત માં કુલ ૧૯૬ તાલુકાઓ માં વરસાદ નોંધાયો હતો જેમાં વાત કરીએ તો વલસાડ ના પારડી માં ૬ ઇંચ વલસાડ સીટી માં ૪.૮ ઇંચ અને સાપુતારા માં ૪ ઇંચ ઉપર વરસાદ વરસ્યો હતો.

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની અસર: હજુ 3-4 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે. ખાસ કરી 21 ઓગસ્ટે વલસાડ, તાપી, સુરત, નવસારી,ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ હવે મેઘરાજાએ ફરી પોતાની બેટિંગ શરૂ કરતા અમરેલીના લીલીયા તાલુકા પાણીની સારી આવક થઈ છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તા ઉપરથી પાણી વહેતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લીલીયાની નાવલી નદીમાં પાણીની આવક થતા નદીમાં ઘાડોપૂર આવ્યું હતું.

વીતેલા ૩૬ કલાક માં પારડી માં ૯ ઇંચ અને વાપી માં ૮ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા હતા અને લોકો ના વાહનો પણ રોડ પર ભરાયેલા પાણી માં બંધ થઇ જતા ખેચી ને લઇ જવાનો વારો આવ્યો હતો.

ભારે વરસાદને કારણે નદીના પ્રવાહમાં વધારો: આ તરફ જિલ્લાના બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો બીજી તરફ દરિયાકાંઠાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. લાંબા વિરામ બાદ વરસાદ મોસમ ફરી સક્રિય બનાત ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે આ વિસ્તારમાં હજી પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *