સોના-ચાંદી ના ભાવમાં તેજી, જાણો શું છે આજના ભાવ, આગળ વધશે કે ઘટશે - Jan Avaj News

સોના-ચાંદી ના ભાવમાં તેજી, જાણો શું છે આજના ભાવ, આગળ વધશે કે ઘટશે

ગયા સપ્તાહ સુધી સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. આજે ભારતમાં સોનાના ભાવમાં થોડો ઉછાળો નોંધાયો છે અને તે 47,329 પ્રતિ 10 ગ્રામ છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સોનાની સરેરાશ કિંમત 47294.3 પ્રતિ 10 ગ્રામ હતી. આજે સવારના ભાવ મુજબ ગયા સપ્તાહની સરખામણીમાં 0.22 ટકાનો ઘટાડો થયો છે. સમગ્ર વિશ્વમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. વિશ્વમાં સોનાના ભાવમાં 0.18 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત 1816.7 ડોલર સુધી પહોંચી ગઈ છે.

ગોલ્ડ 0.12 ટકા એટલે કે 58 રુપિયાની તેજી સાથે 47216 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે, MCX પર ચાંદી વાયદો 0.4 ટકાની તેજી સાથે 61951 રુપિયા પ્રતિ કિલોગ્રામ

જો આપણે વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનું ગઈકાલથી આશરે 0.18 ટકાના વધારા સાથે $ 1816.7 (પ્રતિ ટ્રોય ઔંસ) પર વેચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 30 દિવસમાં સોનાની કિંમતમાં લગભગ 4.24 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેની સરેરાશ કિંમત $ 1739.7 છે. આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 0.06 ટકા ઘટીને 25.5 ડોલર (ટ્રોય ઔંસ દીઠ) પર વેચાઈ રહી છે.

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ 0.12 ટકા એટલે કે 58 રુપિયાની તેજી સાથે 47216 રુપિયા પ્રતિ 10 ગ્રામ સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે MCX પર ચાંદી વાયદો 0.4 ટકાની તેજી સાથે 61951 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. ત્યારે ગત કારોબારી સત્રમાં ગોલ્ડ સપાટ રહ્યુ હતુ અને ચાંદીમાં 0.7 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો.

ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનામાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. હાજર સોના વાયદો 0.1 ટકા ઘટાડા સાથે 1,779.12 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.2 ટકા વધીને 23.05 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ. જ્યારે પ્લેટિનમ 0.3 ટકા વધીને 998.85 ડોલર થઈ ગયો.

24 કેરેટ ગોલ્ડનો ભાવ : ગુડ રિટર્નની વેબસાઈટ મુજબ 24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો આજે રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ ગોલ્ડની કિંમત 50480 રુપિયા, ચેન્નાઈમાં 48, 690 રુપિયા, મુંબઈમાં 47190 રુપિયા અને કોલક્તામાં 49180 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.

આ રીતે ચેક કરો શુદ્ધતા : તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 999 શુદ્ધતાના સોનાની કિંમત 47,306 પ્રતિ 10 ગ્રામ છે. આમાં 23 રૂપિયાનો થોડો ઘટાડો થયો છે. આજે ચાંદીના ભાવમાં થોડો વધારો થયો છે અને તે 62,202 પ્રતિ કિલો સુધી વેચાય છે.

મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ : નોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *