દરેક મહિલાને મળશે ફ્રી સિલાઈ મશીન, યોજનાનો લાભ કેવી રીતે મેળવવો, અરજી ક્યાં કરવી, ફોર્મ ક્યાંથી મેળવવું, ક્યાં જમા કરાવવું - Jan Avaj News

દરેક મહિલાને મળશે ફ્રી સિલાઈ મશીન, યોજનાનો લાભ કેવી રીતે મેળવવો, અરજી ક્યાં કરવી, ફોર્મ ક્યાંથી મેળવવું, ક્યાં જમા કરાવવું

દેશની મહિલાઓ આત્મનિર્ભર બને એ હેતુથી મહિલાઓ માટે અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવે છે. એવી જ એક યોજના ફ્રી સિલાઈ મશીન યોજના છે.તો આજની આ પોસ્ટમાં આપણે મહિલા માટે ફ્રી સિલાઈ મશીન યોજના નો લાભ કેવી રીતે મેળવવો તે અંગે ની જાણકારી આપણે આ પોસ્ટ માં પ્રાપ્ત કરીશું. આર્ટિકલ માં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે માહિતી પસંદ આવે તો જરૂરિયાત મંદ લોકો સુધી શેર અવશ્ય કરજો.

દેશની મહિલાઓને રોજગારી મળે તેવો જાતે આત્મનિર્ભર બને અને બીજા પર આધાર ન રાખવો પડે એ માટે દેશના વડાપ્રધાન શ્રી દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના દેશની ગરીબ વર્ગને તથા મજુર વર્ગને આ યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.મહિલાઓને સિલાય મશીન મળે તો તેવો મશીન દ્વારા સિલાઈ કામ કરી પોતે રોજગારી મેળવી શકે છે પોતે આત્મનિર્ભર બને છે અને પોતાનું ઘરનું ગુજરાન ચાલવી શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના ના લાભ

 • ફ્રી સિલાઈ મશીન યોજના નામ પ્રમાણે ફ્રી આપવામાં આવશે.
 • જેનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં સિલાઈ મશીન મહિલાઓને મફત મળશે.
 • ગરીબ મહિલાઓ યોજનાનો લાભ મેળવી શકશે ઘરે સીવણ કામ કરી શકશે બીજે બહાર મજૂરી કરવા જવું નહીં પડે.
 • નબળા વર્ગની પરિસ્થિતિમાં સુધારો આવશે.
 • આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે.
 • રોજગારી પ્રાપ્ત કરશે દેશની મહિલાઓને પ્રોત્સાહન મળશે.

જે મહિલાઓ આ યોજના હેઠળ આવતી હોય તેમને જાણ કરો અને આ યોજનાનો મહત્તમ લાભ અપાવવાનો પ્રયાસ કરો.

ફ્રી સિલાઈ મશીન યોજના કોને મળે

 • જે મહિલાઓની વાર્ષિક આવક રૂપિયા 12000 હોય તે આ યોજનાનો લાભ મેળવી શકશે
 • તથા જેમની ઉંમર 20 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની છે આર્થિક રીતે નબળી અને મજૂર વર્ગની મહિલાઓ આ યોજના નો લાભ મેળવી શકશે
 • અને અપંગ મહિલાઓ તથા વિધવા મહિલાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે.

ફ્રી સિલાઈ મશીન માટેના જરૂરી પુરાવા Documents :

 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • આધારકાર્ડ
 • ઉંમર પ્રમાણપત્ર
 • આવકનો દાખલો
 • ઓળખપત્ર
 • વિધવા હોય તો તેનો નિરાધાર વિધવા પ્રમાણપત્રો
 • મોબાઈલ નંબર
 • સમુદાય પ્રમાણપત્ર વગેરે…

ફ્રી સિલાઈ મશીન યોજના ની અરજી કેવી રીતે કરવી અરજી ક્યાં કરવી તેના વિશે ના સ્ટેપ નીચે મુજબ છે.

 • તો આ યોજનાનો લાભ મેળવવા માગતી સૌપ્રથમ ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.Official website : https://www.india.gov.in/
 • ત્યારબાદ ત્યાંથી સિલાઈ મશીન યોજના ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.Form Download
 • ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તેમાં માંગેલ દરેક માહિતી ફોર્મ માં ભરવાની રહેશે.મહિલાનું નામ,એડ્રેસ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઈઝનો ફોટો વગેરે માહિતી complete સાચી અને સચોટ ભરવાની રહેશે.
 • ફોર્મ માં કોઈ જગ્યાએ ચેકચાક કરવું નહીં દરેક વિગત યોગ્ય રીતે ભરવી. અને તેમાં દરેક પુરાવા તેની પાછળ લગાવવાના રહેશે.
 • ફોર્મ ઉપર ફોટો ચોટાડી માંગેલ પુરાવો એટેચ કરી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવાનું રહેશે.

તે તમે જમા કરાવેલ ફોર્મ ઓફિસમાં એક વાર ચેક કરવામાં આવશે અને દાખલ કરેલ વિગતો સાચી હશે ચકાસણી કરશે ચકાસણી કર્યા પછી યોજના હેઠળ આવતી મહિલાને જો દર્શાવેલ માહિતી યોગ્ય સાચી હશે તો તે મહિલાને ફ્રી માં સિલાઈ મશીન આપવામાં આવશે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Jan Avaj News ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *