તો શું કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ? બેંગલુરુમાં અઠવાડિયામાં 300 થી વધુ બાળકો પોઝિટિવ

કોરોના વાયરસની બીજી લહેર હવે શાંત થવા ના આરે છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. નિષ્ણાતો સતત ત્રીજી લહેરને લઇને ચેતવણી આપે છે નિષ્ણાતોનું કહેવું છે કે, ત્રીજી લહેરની સૌથી મોટી અસર બાળકો પર જોવા મળશે એવું લાગે છે . દરમ્યાન, એવું લાગે છે કે દેશમાં ત્રીજી લહેર દસ્તક આપી છે.

ગુરુવારે દેશમાં કોરોનાનાં 41,195 નવા કેસ નોંધાયા હોવાનું અનુમાન આપેલ છે . દરમ્યાન, બેંગલુરુમાં છેલ્લા 6 દિવસમાં 300 થી વધુ બાળકો કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવનારા સમયમાં આ કેસો વધી શકવાની સંભાવના છે .

એક તરફ દેશમાં શાળાઓને ખોલવા અંગેની વિચારણા ચાલી રહી છે. વળી ઘણા રાજ્યોમાં શાળાઓને ખોલવામાં પણ આવી છે. ત્યારે હવે બેંગલુરુથી બાળકોનાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ હોવાના સમાચાર કેન્દ્ર સરકાર માટે અને જનતા માટે મોટી મુસિબત બને તેવી પૂરી સંભાવનાઓ છે. માહિતી અનુસાર, શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં 9 વર્ષથી ઓછી ઉંમરનાં 106 બાળકો અને 9 થી 19 વર્ષની વચ્ચેનાં 136 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં બાળકોનાં પોઝિટિવ કેસ વધી શકે છે. દેશમાં કોરોના વાયરસનાં 41,195 નવા કેસ એક દિવસમાં નોંધાયા છે. આ સાથે, કોરોના વાયરસ સંક્રમણનાં કેસોની કુલ સંખ્યા વધીને 3,20,77,706 થઈ ગઈ છે જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 3,87,987 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા આંકડા અનુસાર, વધુ 490 લોકોનાં મોતને કારણે મૃત્યુઆંક વધીને 4,29,669 થયો છે. સારવાર હેઠળનાં દર્દીઓની સંખ્યા સંક્રમણનાં કુલ કેસોનાં 1.21 ટકા છે, જ્યારે કોવિડ-19 માંથી રિકવરી રેટ 97.45 ટકા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 7 ઓગસ્ટે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ, 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસો 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર, 4 મેનાં રોજ 02 કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *