જાણો ઓગસ્ટના ક્યાં દિવસથી ગુજરાતમાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી - Jan Avaj News

જાણો ઓગસ્ટના ક્યાં દિવસથી ગુજરાતમાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

રાજ્યભરમાં ચોમાસુ જામ્યું છે. જો કે, હજુ પણ અનેક વિસ્તારમાં બફારો થયો છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. પરંતુ અમદાવાદીઓએ ભારે વરસાદ માટે રાહ જોવી પડશે.હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડશે તેવી આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે. ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે. જેથી ગુજરાતમાં લોકોને ગરમીથી છૂટકારો મળશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં થોડો ઘણો પણ ધોધમાર વરસાદ પડે તેમાંય અનેક વિસ્તારો જળબંબાકાર થઈ જાય છે. અને આ વર્ષે પણ એવી જ સ્થિતિ થઈ છે. અને પ્રિ-મોનસૂન પ્લાન ધોવાઈ ગયો. ત્યારે કોર્પોરેશનના સત્તાધીશો વરસાદની બદલાયેલી પેટન્ટના બહાને જવાબદારીમાંથી છટકી રહ્યાં છે.

વોટર કમિટીના ચેરમેન જતીન પટેલનું કહેવું છે કે હવે એક સામટો વરસાદ વરસે છે. વરસાદી પેટર્ન બદલાઇ છે. તેથી હવે વરસાદી પાણીના નિકાલ માટે મોટી પાઇપ લાઇન નાંખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રિય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. 15 ઓગસ્ટ બાદ સારા વરસાદની શક્યતા વ્યકત કરી છે.

કેન્દ્રિય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. 15 ઓગસ્ટ બાદ સારા વરસાદની શક્યતા વ્યકત કરી છે. ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધી ગુજરાતના ભારે વરસાદની શક્યતાને નકારી છે. કેન્દ્રિય હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જો કે આવનાર બે દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાત વરસાદની શક્યતા બહું ઓછું છે.

સ્કાઇમેટ વેધર રિપોર્ટ મુજબ આવનાર 24 કલાકમાં બિહારના કેટલા જિલ્લામાં અને ઝારખંડ, ઓડિશાના કેટલાક ભાગોમાં તેમજ પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમા પંજાબ, હરિયાણાના કેટલા વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે આટલું જ નહીં, કેન્દ્રિય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યા વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધી ગુજરાતના ભારે વરસાદની શક્યતાને નકારી છે.

હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને નકારી છે. જો કે આજે વહેલી સવારથી છોટાઉદેપુરનાં 3 તાલુકાઓમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં થોડા દિવસથી વરસાદે લાંબો વિરામ લેતા ગરમીનું પ્રમાણ વધ્યું છે. આજે વહેલી સવારથી બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, ઢોકલીયા અને અલીપુરામાં વરસાદ મન મૂકીને વરસ્યો. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 4 દિવસમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહશે.

અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઓગસ્ટના બીજા સપ્તાહ એટલે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં હજું 41 ટકા વરસાદની ઘટ્ટ છે.છેલ્લા લાંબા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પંચમહાલ જિલ્લામાં ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થયો પરંતુ વાવણી બાદનો જરૂરી વરસાદ ન થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં જુલાઇ અને ઓગસ્ટમાં સારો વરસાદ વરસી જાય છે પરંતુ જુલાઇમાં આ વર્ષે માત્ર રાજ્યમાં 35.7 જ વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *