હજુ તો અંબાલાલની આગાહી નું પત્યું નથી ત્યાં તો મેદાને ઉતર્યા શીવાલાલ પટેલ- વરસાદને લઈને કરી મોટી આગાહી… - Jan Avaj News

હજુ તો અંબાલાલની આગાહી નું પત્યું નથી ત્યાં તો મેદાને ઉતર્યા શીવાલાલ પટેલ- વરસાદને લઈને કરી મોટી આગાહી…

અવારનવાર ગુજરાતમાં વરસાદ ને લઈને આગાહીઓ થતી રહે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સાથે ઘણા નિષ્ણાંતો છે જે પોતે હવામાનની આગાહી કરતા હોય છે. હાલ આવાજ એક હવામાન શિવા લાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.

અંબાલાલની સાથે સાથે ગુજરાતમાં શિવા લાલ પટેલની પણ એન્ટ્રી થઈ છે. શિવા લાલ પટેલ આગામી સમયમાં વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરી છે અને મહત્વની જાણકારીઓ આપી છે. હાલ કેટલાય સમયથી રાજ્યમાં વરસાદ પાછો ખેંચાયો છે, ખેડૂતો સિંચાઈ માટે પાણી તરસી રહ્યા છે.

રાજ્યના મોટા ભાગનાં જળાશયો ખાલી થઈ ગયા છે ત્યારે ખેડૂતની છેલ્લી ઉમ્મીદ મેઘરાજા જ છે. ત્યારે હવામાનશાસ્ત્રી શિવા લાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, ટૂંક જ સમયમાં ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસશે. મળતી માહિતી અનુસાર શિવલાલ પટેલે જણાવ્યું હતું કે 19 ​થી 21 તારીખ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થશે તેઓ શિવા લાલ પટેલે જણાવ્યું હતું. ચોમાસાની સીઝન પુરી થવા આવી તેમ છતાં હજી રાજ્યમાં ૪૮ ટકા વરસાદની ઘટ છે. ત્યારે શિવા લાલ પટેલ ખુશીના સમાચાર લઈને આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં મેઘરાજાને રાહ જોઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે.

ગુજરાતમાંથી વરસાદે છેલ્લા બે સપ્તાહથી વિરામ લીધો છે જેથી ખેડૂતોની ચિંતા સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. શ્રાવણ માસમાં ભાદરવા જેવી ગરમી પડી રહી છે. રાજ્યમાં માત્ર 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ 37.09 % વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48% ઘટ છે.

ત્યારે ગઈકાલે ગુજરાત ના અમરેલી, ગીર સોમનાથ અને સૌરાષ્ટ્ર ના ઘણા વિસ્તારો માં દિવસ દરમિયાન ઘણો સારો એવો વરસાદ આવ્યો હતો, ત્યાર બાદ રાત્રી ના સમયે પણ દક્ષિણ ગુજરાત માં સુરત અને આસપાસ ના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત માં સારો વરસાદ નોંધાયો હતો.સાથે જ સૌરાષ્ટ્ર માં પણ રાત્રી ના સમયે સારો વરસાદ જોવા મળ્યો હતો જેથી ખેડૂતો એ હાશકારો અનુભવ્યો હતો.

આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે, ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 18 મી ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાશે અને આગામી શુક્રવાર થી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડી પર 18 ઓગસ્ટ, ગુરુવાર સુધીમાં લો પ્રેશર સર્જાશે. જે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,પંચમહાલ,ખેડામાં મધ્યમ વરસાદ પડી શકે છે.

આ સાથે આગાહી કરતા જણાવ્યું છે કે, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે અને અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે શનિવારે ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.

જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરનું વહન તારીખ 18 ઓગસ્ટથી સક્રિય થતા રાજ્યના અનેક ભાગોમાં તારીખ 19 ઓગસ્ટથી તેની અસર જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

તો તારીખ 21થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અરવલ્લી, સાબરકાંઠા, મેહસાણા, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શકયતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં સરેરાશ સારા વરસાદના કારણે વરસાદની ઘટ પુરી થઈ શકે છે. તારીખ 25 થી 28 ઓગસ્ટ દરમિયાન પણ સારા વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *