15 તારીખે રાજ્યના આ વિસ્તાર માં સારા વરસાદના એંધાણ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી - Jan Avaj News

15 તારીખે રાજ્યના આ વિસ્તાર માં સારા વરસાદના એંધાણ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી

રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી મેઘરાજાએ વિદાય લઈ લીધી હોય તેવું લાગી રહ્યુ છે. દરમિયાન એક તરફ ખેડૂતોના પાકને પાણીની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે બીજી તરફ ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ વરસાદ થઈ રહ્યો નથી. દરમિયાન આજથી શ્રાવણ મહિમાની શરુઆત થતા હવે આ મહિનામાં વરસાદ થાય તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

લાંબા સમયથી વરસાદ ન થતા લોકો મૂંઝવણમાં છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગત્યની માહિતી આપવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાંથી હજુ ચોમાસાએ લીધી નથી. થોડા દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ સક્રીય થશે.

પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. 14 અને 15 ઓગસ્ટ દરમિયાન વરસાદનુ જોર વધશે. બાદમાં 18 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે. આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા પંદર દિવસોમાં મઘા નક્ષત્ર રહેશે. મઘા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય છે તેથી ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં સારા વરસાદની શક્યતા છે. મઘા નક્ષત્ર દરમિયાન થતા વરસાદથી કૃષિ પાકને પણ ખૂબ ફાયદો થાય છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે વરસાદમાં ભારે અનિયમિતતા જોવા મળી છે. રાજ્યના 18 તાલુકાઓને બાદ કરતાં રાજ્યના બાકીના વિસ્તારોમા વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે. ઝોન મુજબ વાત કરીએ તો ઉત્તર ગુજરાત ઝોન અને કચ્છ ઝોનમાં ઓછો વરસાદ નોંધાયો છે.

ચોમાસાના વહેલા પ્રારંભના કારણે ઓગસ્ટ મહિનામાં ઘણો વરસાદ પડશે તેવું અનુમાન હતું. પરંતુ રાજ્યમાં અત્યાર સુધી આ સિઝનમાં છેલ્લા 7 વર્ષની સરખામણીએ લગભગ સૌથી સાધારણ વરસાદ રહ્યો છે. ગુજરાતમાં હજુ સુધી 12 ઈંચ સાથે મોસમનો સરેરાશ 36.28 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળ ઘેરાયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 15મી ઓગસ્ટ પછી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 15 અને 16 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાને કારણે ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારો વરસાદ પડી શકે તેમ છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદના લાંબા વિરામ બાદ પણ ચોમાસુ સારુ રહેશે. 15 ઓગસ્ટ બાદ વરસાદના સારા એંધાણ છે તેવુ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જગતના તાતમાં ચિંતાનો માહોલ: છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વરસાદના અભાવને કારણે ખેતીના પાકમાં મુખ્યત્વે કપાસ અને મગફળીમાં રોગ આવવાની સંભાવના છે તો વિભાગ તરફથી પગલાં લેવાની તકેદારી અને ખેડૂતોને પણ પાકની યોગ્ય કાળજી રાખવા હવામાનશાસ્ત્રીએ અનુરોધ કર્યો છે. હવામાનશાસ્ત્રીનું કહેવું છે કે હવે પછી થનારા વરસાદના કારણે કૃષિના ખરીફપાકને સારો ફાયદો થવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માત્ર 4 તાલુકા એવા છે જ્યાં 39.37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 26 તાલુકામાં 9.72 ઈંચથી 39.37 ઈંચ, 100 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, 94 તાલુકામાં 4.96 ઈંચથી 9.84 ઈંચ, 25 તાલુકામાં 2 ઈંચથી 4.92 ઈંચ નોંધાયો છે અને બે તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ 1.96 ઈંચથી પણ ઓછું છે.

ભારતીય હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 ઓગસ્ટ બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. 24 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉપરાંત હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે સપ્ટેમ્બર માસમાં ખુબજ સારો વરસાદ થશે જેથી ખરીફ પાક સારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *